તાપીમિત્ર ન્યુઝ,ડોલવણ:ડોલવણના ગારવણ ગામે બાલુભાઈ ભીનાભાઈ ચૌધરીના ઘરની પાછળ સ્ફોટક સંતાડી રાખેલ હોવાની બાતમીને આધારે રેડ કરતા રેડ દરમિયાન સ્ફોટક પદાર્થ મળી આવ્યા હતાં.તાપી એસઓજીની ટીમે ૧૨૩૦/- નો મુદ્દામાલ જપ્ત કરી બાલુ ચૌધરીને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.
અહિં આપને જણાવી દઇએ છીએકે, આવતી કાલે એટલે કે ૧૭મી મે નારોજ મુખ્યમંત્રી વીજયભાઈ રૂપાણી ડાંગ જીલ્લાના આહવા ખાતે પધારી રહ્યા છે.તેમના આગમનના એક દિવસ પહેલા સ્ફોટક સામગ્રીનો જથ્થો ડોલવણના ગારવણ ગામ માંથી મળી આવતા અનેક તર્કવીતર્ક વહેતા થયા છે.તાપી જિલ્લા પોલીસવડાની સૂચના આધારે તાપી એસઓજી પીઆઈ અંકિત સોમૈયા દ્વારા પોલીસની અલગ અલગ ટીમ બનાવી ગેરકાયદે હથિયાર અને એક્સપલોઝીવ પ્રદાર્થનો જથ્થો રાખતા ઈસમોની શોધખોળ આદરી હતી.તે સમય દરમિયાન તા.૧૬મી મે ૨૦૧૮ બુધવારના રોજ પોકો. કલ્પેશભાઈ જરસિંગભાઈને ખાનગી રહે મળેલી બાતમીને આધારે સ્ટાફના માણસોએ ડોલવણ તાલુકાના ગારવણ ગામના નિશાળફળિયામાં રેડ કરી હતી.તે સમય દરમિયાન બાલુ ચૌધરી ઘરે ન મળી આવતા તેની પત્નીને સાથે રાખી તેના મકાનમાં જમણી બાજુના ગાળામાં મુકેલ ટીવી શોકેસ કબાટની નીચેના ખાનામાં તપાસ કરતા એક કપડાની થેલીમાં જીલેટિન ટોટા નંગ-૨૯ કિંમત રૂ.૨૯૦/- તથા નાની પ્લાસ્ટિક ની બોટલમાં સાદી કેપ નંગ-૬૦ કિં.રૂ.૮૪૦/- તેમજ મોટી પ્લાસ્ટિકની બોટલમાં સેફટીફ્યુઝના ટુકડા નંગ-૫૦/-,મળી આવ્યા હતા.જેમાં એસઓજી પોલીસ દ્વારા કુલ રૂપિયા ૧૧૩૦/-નો સ્ફોટક મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.એસઓજી પોલીસની કાર્યવાહી દરમિયાન બાલુભાઈ ભીનાભાઈ ચૌધરી ઘરે ન મળી આવતા તેને પોલીસ ચોંપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.બનાવ અંગે આગળની વધુ તપાસ એસઓજી-તાપી ના પીઆઈ અંકિત સૌમૈયા કરી રહ્યા છે.આપને અહીં જણાવી દઈએ છીએકે આવતી કાલે એટલે કે,૧૭મી મે નારોજ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ડાંગ જિલ્લાના આહવા ખાતે પધારી રહ્યા છે ત્યારે તેમના આગમનના એક દિવસ પહેલા તાપી જિલ્લાના ડોલવણના ગારવણ ગામેથી મળી આવેલ એક્સપલોઝીવ સામગ્રીના મુદ્દામાલથી સમગ્ર પંથકમાં અનેક તર્કવીતર્ક વહેતા થયા છે.ત્યારે તાપી જિલ્લા પોલીસ ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી મુખ્યસૂત્રધારને જેલના સળિયા પાછળ ધકેલે તે જરૂરી બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application