લખનૌ:ઉત્તરપ્રદેશના ઉરઇમાં એક અકસ્માતમાં ૬ લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે.કાનપુર ઝાંસી હાઇવે પર પુર ઝડપે આવતા ટ્રકે ડિવાઇડર પર બેસેલા ૮ લોકોને કચડ્યા છે.તેમાંથી ૪ લોકોના ઘટના સ્થળે જ મોત થયાં છે.જ્યારે ઝાંસી ખસેડવામાં આવી રહેલાં ઘાયલો માંથી ૨ લોકોના રસ્તામાં જ મોત નિપજ્યાં હતાં.
કસ્બા ઠાકુરના ૮ લોકો બુધવારે બોલેરોમાં બિઠૂર ગંગા સ્નાન માટે જઇ રહ્યાં હતાં ત્યારે હાઇવે પર તેમની ગાડીમાં પંચર થયું.ડ્રાઇવરે રોડના કિનારે ગાડી ઊભી કરી ગાડીનું વ્હીલ બદલવા લાગ્યો.તેવામાં ગાડીમાં બેસેલા લોકો અંધારૂ હોવાના કારણે ગાડી માંથી ઉતરીને ડિવાઇડર પર બેસ્યા.આ સમયે ત્યાંથી પુર ઝડપે પસાર થઇ રહેલાં ટ્રકે બોલેરો ગાડીને બચાવવાના ચક્કરમાં ટ્રકને ડિવાઇડર પર ચડાવી દીધો.અંધારાના કારણે ટ્રક ડ્રાઇવરને ત્યાં બેસેલા લોકો દેખાયા નહી,જેના કારણે આ ૮ લોકો ટ્રક નીચે આવી ગયા. ગંભીરપણે ઘાયલ ૪ લોકોને જિલ્લા હોસ્પિટલ માંથી મેડિકલ કોલેજ ઝાંસી રિફર કરાયા છે.જ્યારે પોલીસે મૃતકોના મૃતદેહને કબ્જે લઇને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application