તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા તાલુકાના ટીચકપુરા ખાતે આવેલી મેટાસ અડવેંટીસ્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ નું ધોરણ ૧૦ ICSE બોર્ડનું ૧૦૦ ટકા અને ૧૨ ISC વિજ્ઞાન પ્રવાહ નું ૯૯ ટકા પરિણામ જાહેર થયું હતું.જેને લઇ બાળકોના વાલીઓ,વિધાર્થીઓ અને શાળાના શિક્ષકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.
તાપી જિલ્લાના વ્યારા-ટીચકપુરા ખાતે આવેલી મેટાસ અડવેંટીસ્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ બોર્ડમાં ધોરણ ૧૦ ICSE બોર્ડમાં કુલ ૯૩ વિધાર્થીઓ બેઠા હતા જેમાં તમામ વિધાર્થીઓ પાસ થતા પરિણામ ૧૦૦ ટકા જાહેર હતું.વાશું જયેશભાઈ પટેલ ૯૦ ટકા સાથે પ્રથમ અને રીતિ સ્નેહલ શાહ ૮૯ ટકા બીજા ક્રમે આવ્યા અને પ્રાંજલી રામકીર્તિ વર્મા ૮૮ ટકા સાથે ત્રીજા ક્રમે આવ્યા હતા જ્યારે ધોરણ ૧૨ ISC વિજ્ઞાન પ્રવાહમાં શાળાનું પરિણામ ૯૯ ટકા આવ્યું હતું જેમાં શાળા ખાતે ૬૫ વિધાર્થીઓ પરીક્ષા આપી હતી.૬૪ વિધાર્થીઓ ઉતિણઁ થયા હતા.જેમાં સારૉન સુનિલ ગામીત ૮૦ ટકા સાથે પ્રથમ અને અચ્યુતા જયેશભાઇ ગામીત ૭૮ ટકા સાથે બીજા ક્રમે આવ્યા હતા અને ઉર્જા અમર કુમાર ગાંધી ૭૬ ટકા સાથે ત્રીજા કર્મે આવ્યા હતા.શાળા ખાતે ઉતિણઁ થયેલા વિધાર્થીઓ ને આચાર્ય સુનિલકુમાર તેમજ સ્કુલના શિક્ષકો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.અને ધોરણ ૧૨ સાયસન્સના વિધાર્થીઓ ને ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન આપ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application