તાપીમિત્ર ન્યુઝ, સોનગઢ:સોનગઢના ઉકાઈ ખાતે રહેતા અને એસટી બસમાં ડ્રાઇવર તરીકે ફરજબજવતા ૫૬ વર્ષીય સાહેબરાવ વનજાઇન નો મૃતદેહ તાપી નદીના પાણીમાં મળી આવતા પોલીસ દોડતી થઈ હતી.
મળતી માહિતી મુજબ સોનગઢ-ઉકાઈના લિંબી ગામની સિમ માંથી પસાર થતી તાપી નદીના પાણી માંથી આજરોજ મળી આવેલ મૃતદેહ અંગે પોલીસને જાણ થતાં ઘટના સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી.જેમાં મૃતદેહની ઓળખ થતા સાહેબરાવ શંકરભાઈ વનજાઇન (ઉ.વ.૫૬)રહે,વર્કશોપ-૩/d/૧૦૫ નાઓનું હોવાનું જાણવા મળ્યું હતું.બનાવ અંગે આશાબેન સાહેબરાવ વનજાઇન ની ફરિયાદ મુજબ સાહેબરાવ અગાઉ બસ ઉપરથી પડી જતા ડાબા પગે તથા કમરના ભાગે ફ્રેક્ચર થયેલ હતું.અને અવરનવર કોર્ટ મુદ્દતે સોનગઢ અને ઉચ્છલ જવાનું થતું હોય,કંટાળી જઇ લિંબી ગામની સિમ માંથી પસાર થતી તાપી નદીના પાણી ડૂબી જઈ આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું.બનાવ અંગે ઉકાઈ પોલીસ મથકે અકસ્માત મોત અંગે ઘટતી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application