Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના વાયરસની સામે ધાર્મિક સંસ્થાઓની સરાહનીય સેવાકીય કામગીરી દરરોજ હજારો જરૂરિયાતમંદ લોકો ભોજન મેળવી રહયાં છે.

  • April 04, 2020 

Tapimitra News-કોરોના વાઈરસની મહામારીના કારણે ઊભી થયેલી મુશ્કેલ પરિસ્થિતિમાં નવસારીમાં આવેલી ઝૂંપડપટ્ટીના શ્રમિકો, કામદારો, પરપ્રાંતીય લોકોને લોકડાઉનના સમયમાં ભોજન મળી રહે તે માટે જરૂરિયાતમંદ લોકોને ભોજન સુવિધા પૂરી પાડવા શ્રી સ્વામીનારાયણ મંદિર, ગ્રીડ રોડ, નવસારી દ્વારા દરરોજ બે ટાઇમ હજારો લોકોને ભોજન પૂરૂ પાડવામાં આવે છે. કોરોના વાયરસના સંક્રમણથી ઊભી થયેલી વિકટ પરિસ્થિતિના પગલે લોકડાઉન અમલી છે, ત્યારે આર્થિક રીતે નબળા વર્ગના ગરીબ લોકોની વ્હારે અનેક સામાજિક સંસ્થાઓ આવી છે, ત્યારે શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા સંકટ સમયે સહાયરૂપ થવાના આશયથી સંતશ્રી કોઠારીસ્વામીજીઍ જણાવ્યું હતું કે, લોકડાઉનના સમયમાં મુશ્કેલી અનુભવનારા દરિદ્રનારાયણોને સહાયરૂપ થવા ૩૫૦ કીટો તૈયાર કરવામાં આવી. જેમાં પાંચ કિલો ઘઉંનો લોટ, પાંચ કિલો ચોખા, બે કિલો ખાંડ, ત્રણ કિલો તુવેર દાળ, ઍક કિલો કઠોળ, બે કિલો શાકભાજી રાખવામાં આવ્યા છે. આ સામગ્રીને સંતો તથા હરિભક્ત યુવાનોઍ જાતે કીટોમાં ભરીને તૈયાર કરવામાં આવી છે. તૈયાર કરાયેલ કીટોનું અસરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.તેમણે વધુમાં કહયુંં કે સ્વામી નારાયણ મંદિરના સંતો અને ઉત્સાહી યુવાનો આજે કોરોના વાયરસના કારણે સર્જાયેલા આપત્તિના સમયમાં સેવાનો હાથ લંબાવી રહયાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application