અતિ ભારે વરસાદ બાદ નવસારી જીલ્લામાં રોગચાળો ન ફેલાઇ માટે આરોગ્ય તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે. પુર અસરગ્રસ્ત વિસ્તારમાં પુર બાદ વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યું, મેલેરીયા, ચિકનગુનીયા, પાણીજન્ય રોગો જેવા કે ઝાડા- ઉલ્ટી, કમળો, ટાઇફોઇડ જેવા રોગો થવાની શકયતા વધુ રહેતી હોય છે.
જેને લઇ નવસારી જીલ્લાની આરોગ્ય વિભાગની ૨૧૩ જેટલી મેડીકલ ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ઘરે ઘરે શુધ્ધ ક્લોરીન યુક્ત પાણી મળી રહે એ માટે ક્લોરીન ગોળીઓનું વિતરણ તેમજ કેપ.ડોક્ષીસાઇકલીનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બિમાર વ્યક્તિને સારવાર મળી રહે તે માટે વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં ૧૧૧ મેડીકલ કેમ્પો કાર્યરત કરવામાં આવ્યાં છે. લોકોને શુધ્ધ ઉકાળેલું ક્લોરીન યુક્ત પાણી પીવું, વાસી ખોરાક ન ખાવાની તેમજ આરોગ્ય શિક્ષણ ટિમો દ્વારા આપવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500