Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:ચોર દરવાજાનું લોક તોડી ઘરમાં ઘુસ્યો,કબાટનું લોક તોડ્યું અને પાસવર્ડ સાથે લઇ ગયો એટીએમ:પોલીસ મથકે નોંધાઈ ફરીયાદ

  • May 14, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના બ્રાહ્મણ ફળીયામાં આવેલ એક મકાનના દરવાજાનું લોક તોડી મકાનમાં પ્રવેશ કરી કબાટનું પણ લોક તોડી કબાટમાં મુકેલ એટીએમ ચોરી કરી જુદીજુદી બેંકના એટીએમ માંથી રૂ.૫૫૪૬૦/- રોકડ રકમ ઉપાડનાર અજાણ્યા શખ્સ સામે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર સોનગઢ નગરમાં આવેલ બ્રાહ્મણ ફળીયામાં રહેતા મનહરભાઈ હરીશભાઈ ગામીત મૂળ રહે,દાદરી ફળિયું-જામખડી,સોનગઢનાઓએ સોનગઢ પોલીસ મથકે કરેલી ફરિયાદ મુજબ તા.૧૦મે ૨૦૧૮ નારોજ,કોઈ અજાણ્યો ચોર ઇસમ ઘરના દરવાજાના લોક કોઈ સાધન વડે લોક તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં મુકેલ કબાટનું લોક તોડી,કબાટમાં મુકેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ કાર્ડ કે જેનો ગુપ્ત નંબર કાર્ડના કવરની અંદરના ભાગે લખેલ હતો.તેની ચોરી કરી લઇ જઈ બેંક ઓફ બરોડા અને એકસિસ બેંકના એટીએમ માંથી રૂ.૫૫૪૫૦/- રોકડ રકમ ઉપાડી લઈ ચોરી કરી હતી.બનાવ અંગે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી.જેમની ફરિયાદને આધારે અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ અહેકો અનિરૂધ્ધસિંહ દેવસિંહ કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application