વાપીના છીરી ખાતે વલ્લભનગરમાં શૈલેષભાઈની ચાલીમાં રૂમ નં. બી-૦૫માં રહેતો ૨૧ વર્ષીય સનીકુમાર નકુલ મિસરી તાંતી (મૂળ રહે.રામખુર્દ થાના- મસુદનપુર તા. જિ. ભાગલપુર, બિહાર) તા.૧૩ જુલાઈ ૨૦૨૩ના રોજ બપોરે ૨ વાગ્યે તેના મિત્ર રાજીવકુમારના રૂમ ઉપરથી કોઈને કંઈ પણ કહ્યા વિના કંયાક ચાલી ગયો હતો. જે મધ્યમ બાંધો, શ્યામ વર્ણ અને ૪ ફૂટ ૬ ઈંચ ઉંચાઈ ધરાવે છે. જે હિન્દી તથા ભોજપુરી ભાષા જાણે છે. જેણે શરીરે કાળા કલરની ટી-શર્ટ તથા કમરે કાળા કલરનો પેન્ટ પહેર્યો હતો. જે કોઈને પણ તેની ભાળ મળે તો વાપીના ડુંગરા પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application