રાજકોટ રેલવે એલ.સી.બી.એ વેરાવળ રેલવે સ્ટેશનના વર્કશોપ પાસે દરોડો પાડી જુગાર રમતા 21 જુગારીઓને ઝડપી પાડી કુલ રૂપિયા 2.32 લાખનો મુદ્દામાલ કબ્જે કરી જૂનાગઢ રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ રેલવે એલ.સી.બી.નો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
તે સમયે વેરાવળ સ્ટેશનના વર્કશોપ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. રેલવે એલ.સી.બી.નાં સ્ટાફે ત્યાં દરોડો પાડી જુગાર રમતા લાખા દેવરાજ મોરી, શબીર બસીર શેખ, સુરેશ રાજુ સોલંકી, શાહીલ સલીમ શેખ, યુસુફ અહમદ લુલા, મહેશ પરબત ડાંગર, નયન મનસુખ પરમાર, મહેશ બાબુ સેવરા, યાકુબ અયુબ કરમતી, મુનિરખા બહાદુરખા, ભગા હુકુમત, જગા વરજાંગ, જગા ધનજી, સલીમ યુસુફ અક્ષય રામજી, યોગેશ ગોવિંદ, નિતેશ રાશી, હરદાસ ગોરધન, દિપક ઇન્દ્ર, વસીમ યુસુફ અને પ્રકાશ જેરામને પકડી લઈ રૂપિયા 1.32 લાખ રોકડા અને 17 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 2.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે રાજકોટ રેલવે એલ.સી.બી.નાં હેડ કોન્સ્ટેબલની ફરિયાદનાં આધારે જૂનાગઢ રેલવે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500