Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉત્તરપ્રદેશમાં ધાર્મિક સ્થળો પર વાગતા લાઉડસ્પીકર બંધ કરાવવામાં આવશે !!

  • January 07, 2018 

ઉત્તર પ્રદેશ:ઉત્તરપ્રદેશમાં ધાર્મિક સ્થળો પર વાગતા લાઉડસ્પીકર બંધ કરાવવામાં આવશે.હાઈકોર્ટના આદેશને અનુસરતા,પોલીસ ધાર્મિક સ્થળોએ પરવાનગી વગર વાગતા લાઉડસ્પીકર્સને હટાવશે.આઇજીએ(લો એન્ડ ઓર્ડર)તમામ જિલ્લાઓના પોલીસ અધિકારીઓને હાઈકોર્ટના આદેશનો કડક અમલ કરાવવા માટેનો પરીપત્ર જારી કર્યો છે.હકીકતમાં ૨૦ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ, અલાહાબાદ હાઈકોર્ટે યુ.પી સરકારને પૂછ્યું હતું કે, રાજ્યમાં લાઉડસ્પીકરો કોની પરવાનગીથી વાગી રહ્યા છે? અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ બેંચે ઉત્તર પ્રદેશના ગૃહ સચિવ,મુખ્ય સચિવ અને નેશનલ ગ્રીન ઓથોરિટી (એન.જી.ટી.)ને મંદિરો અને મસ્જિદો સહિતના ધાર્મિક સ્થળોએ વાગી રહ્યા હોય એવા લાઉડસ્પીકરોને બંધ કરાવવાનો હુકમ કર્યો હતો. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, લાઉડસ્પીકર્સ જાહેરમાં વગાડવા પહેલાં કોઈ પણ ચોક્કસ પ્રસંગે,વહીવટી મંજૂરી મળ્યા પછી જ જાહેરમાં લાઉડસ્પીકર વગાડી શકાશે.હાઈકોર્ટે એ પણ જણાવ્યું હતું કે,ધ્વનિ પ્રદૂષણ નિયમોના ૨૦૦૦માં નિયમને ધ્યાનમાં રાખતા, લાઉડસ્પીકરને ૧૦ થી સવારના ૬ વાગ્યા સુધી વગાડવાની મંજૂરી નથી તો યુપીની સરકાર આ નિયમને ધ્યાનમાં કેમ નથી લેતી અને તેનો અમલ કેમ નથી કરાવતી? યુપીના આઇજીએ (લો એન્ડ ઓર્ડર)એસપી-એસએસપીને હાઈકોર્ટના આ આદેશને ચુસ્તપણે અનુસરવાની સૂચના આપી છે.હાઈકોર્ટના આદેશને અનુસરવા માટે પરિપત્ર પણ જારી કરવામાં આવ્યો છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application