Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મકાન માલિકો ભાડૂઆતોને એક માસ સુધી ભાડુ ચૂકવવા દબાણ કરી શકશે નહીં

  • March 30, 2020 

સંદીપ પ્રજાપતિ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,વલસાડ:નોવેલ કોરોના વાયરસને વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. આ વાયરસના સંક્રમણને અટકાવવા ભારત સરકાર દ્વારા તા.૨૫/૩/૨૦૨૦થી ૨૧ દિવસ સુધી લોકડાઉનનો હુકમ કરાયો છે. લોકડાઉનના અમલ દરમિયાન કેટલીક વિશેષ જોગવાઇઓ કરવામાં આવી છે. તેમાં મકાન માલિકોએ ભાડુઆત પાસેથી ભાડું વસુલ કરવાનુ઼ નથી. ઔદ્યોગિક એકમોના ઠેકેદારોએ પણ તેમના કામદારોને પગાર-ભોજન વગેરે આવશ્‍યક સેવાઓ પૂરી પાડવાની છે. તેમ છતાં કેટલાક વ્‍યક્‍તિઓ દ્વારા રાજ્‍યમાંથી અને બહારના જિલ્લાઓમાંથી આવેલા કામદારો, વિદ્યાર્થીઓ કે અન્‍ય લોકો જે ભાડેથી રહેતા હોય તેવા લોકોને સંબંધિત મકાનમાલિક દ્વારા ભાડું ભૂકવવા તથા મકાન ખાલી કરવા જેવા દબાણ કરવામાં આવતું હોવાનું જણાતાં વલસાડ જિલ્લા મેજિસ્‍ટ્રેટ સી.આર.ખરસાણે એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો ફરમાવ્‍યા છે. આ જાહેરનામું તાત્‍કાલિક અસરથી તા.૨૭/૪/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. જે અનુસાર વલસાડ જિલ્લામાં બહારના રાજ્‍યમાંથી અને બહારના જિલ્લાઓમાંથી આવેલા કામદારો, વિદ્યાર્થીઓ કે જેઓ ભાડેથી મકાનમાં રહેતા હોય તેવા લોકોને સંબંધિત મકાન માલિક દ્વારા ભાડું ચૂકવવા કે પ્રિમાઇસીસ ખાલી કરવા માટે એક મહિના સુધી દબાણ કરી શકશે નહીં. હાલમાં લોકડાઉન ચાલુ હોવાથી વલસાડ જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમોએ પોતાની કંપનીમાં કામ કરતા કામદારોને અહીં જવા માટે  દબાણ ન કરવા તેમજ જે તે કંપનીએ તેઓના કામદારોની રહેવા, ભોજન તથા અન્‍ય આવશ્‍યક સેવાઓ પૂરી પાડી ૧૪ દિવસ માટે કોરોન્‍ટાઇલ હેઠળ રાખવાના રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ તેમજ નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application