તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલના નારણપુર ગામ પાસે સ્વીફ્ટ કારની અડફેટમાં બાઈક પર સવાર ત્રણ યુવકો પૈકી બે યુવકોના ટુકી સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.જયારે એકને વધુ સારવાર અર્થે સુરત ખાતે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે ઉચ્છલ પોલીસ મથકે ગુન્હો દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર તા.૧૩મે ૨૦૧૮ નારોજ,ઉચ્છલ તાલુકાના નારણપુર ગામની સીમ માંથી પસાર થતો સ્ટેટ હાઇવે માર્ગ પર આવતું પુલ પાસે એક સ્વીફ્ટ કાર નંબર જીજે-૫-સીપી-૮૩૫૫ ના ચાલકે પોતાના ક્બ્જાનું વાહન પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવી બજાજ કંપનીનું પલ્સર બાઈક નંબર એમએચ-૩૯-એસ-૯૨૯૫ ને અડફેટમાં લેતા બાઈક ઉપર સવાર ત્રણેય યુવકોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમને સારવાર અર્થે વ્યારા ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ત્રણેય યુવકો પૈકી મેહુલભાઈ દીપકભાઈ વસાવા(ઉ.વ.૧૭)રહે,નાસારપુર ટાંકીફળિયું-નિઝરનું વ્યારા હોસ્પિટલ ખાતે ટુકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જયારે રોહન અને વરૂણ નામના યુવકોને વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ અને આસુતોષ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં રોહન નામના યુવકનું ટુકી સારવાર બાદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.બનાવ અંગે ઉચ્છલ પોલીસ મથકે દીપકભાઈ જયંતીભાઈ વસાવા નાઓએ આપેલી ફરિયાદને આધારે કાર ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ પીએસઆઈ બી.સી.સોલંકી કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application