તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લા ટ્રાફિક શાખાની બોલેરો ગાડીને આજરોજ અકસ્માત નડ્યો હતો.અકસ્માતમાં ટ્રાફિક શાખાના કર્મચારી અને અધિકારીઓને કોઈપણ પ્રકારની જાન હાની થઇ હોવાની વિગત અત્યાર સુધી સામે આવી નથી.ઉચ્છલથી નિઝર વાહન ચેકિંગ કરવા જઈ રહેલા ટ્રાફિક શાખાના વાહન સામે રૂમકીતલાવ ગામ પાસે એક ટ્રક સામેથી આવી ચઢતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર તા.૧૪મે ૨૦૧૮ નારોજ,તાપી જિલ્લા ટ્રાફિક શાખાની બોલેરો ગાડી નંબર જીજે-૨૬-જી-૦૩૭૪ રૂમકીતલાવ ગામની સીમ માંથી પસાર થતો સ્ટેટ હાઇવે માર્ગ પરથી પસાર થઇ રહી હતી તે સમયે સામેથી પુરપાટ ઝડપે દોડતી આવતી એક ટ્રક નંબર જીજે-૧૯-એક્સ-૩૪૨૯ના ચાલકે ટ્રાફિક શાખાની બોલેરો ગાડી સામે એકાએક પોતાની ટ્રક લાવી મુકતા બોલેરો ગાડીમાં સવાર ટ્રાફિક શાખાના કર્મચારીઓ અને અધિકારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.જોકે,સમય અને સુચકતાને ધ્યાનમા રાખીને બોલેરો ગાડીના ચાલક રાજુભાઈએ ઈમરજન્સી બ્રેકનો પ્રયોગ કર્યો હતો જેના કારણે ગાડી રસ્તાની બાજુમાં આવેલ ખાડામાં ઉતરી ગઈ હતી.અને એક મોટી દુર્ઘટના ટળી હતી.આ બનાવમાં ટ્રાફિક શાખાના પીએસઆઈ- એન.ઝેડ.ભોયા,એએસઆઈ-ભગવાનભાઈ દલસુખભાઈ,ટ્રાફિક પો.કો.-અર્જુનભાઈ લાલજીભાઈ તેમજ ડ્રાઈવર-રાજુભાઈ,નાઓનો ચમત્કારિક બચાવ થયો હતો.ટ્રાફિક શાખાની સરકારી બોલેરો ગાડીને નુકશાન પહોચ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application