તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના ઇન્દુ ગામની સીમ માંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ પર આવેલ બ્રિજ ઉપરથી ઈંગ્લીશ દારૂ સપ્લાય કરનાર બે જણાને એક સ્વીફ્ટ કાર સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.જયારે એક જણાને પોલીસ ચોપડે ફરાર જાહેર કરવામાં આવ્યો છે.બનાવમાં તાપી-એલસીબી પોલીસ દારૂ પકડવા માટે ગઈ હતી તે સમયે બુટલેગરો અને પોલીસ વચ્ચે ફિલ્મી ઢબે ઝપાઝપી થઇ હોવાની વિગતો પણ સામે આવી છે જેમાં બુટલેગરની કારના કાચ પણ તૂટી ગયા હતા,ઝપાઝપી દરમિયાન કોઈ પોલીસજવાનોને ઈજાઓ પહોંચી હોય તેવા કોઈ સમાચાર હાલ સામે આવ્યા નથી.
મળતી માહિતી અનુસાર તા.૧૩મે ૨૦૧૮ નારોજ આશરે ૪:૪૫ કલાકે,વ્યારા તાલુકાના ઇન્દુ ગામની સીમ માંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ નંબર ૫૩ (સોનગઢ થી સુરત તરફ જતા બ્રિજ) ઉપરથી રૂપિયા ૧ લાખથી વધુના ઈંગ્લીશ દારૂ (બીયર ના ટીન) સાથે બે જણાને ઝડપી પાડવામાં તાપી-એલસીબી પોલીસને સફળતા મળી છે.દારૂ પકડવા માટે ગયેલી એલસીબી પોલીસ અને બુટલેગરો વચ્ચે ફિલ્મી ઢબે ઝપાઝપી થઇ હોવાનું પણ સુત્રોએ જણાવ્યું છે.જેમાં બુટલેગરની સ્વીફ્ટ કારના કાચ પણ તૂટી ગયા હતા,પરંતુ કોઈ પોલીસજવાનોને ઈજાઓ પહોંચી હોય તેવી કોઈ વિગત અત્યાર સુધી સામે આવી નથી.
આ બનાવમાં મહારાષ્ટ્ર-નંદુરબાર જિલ્લાના ચીંચપાડા ગામનો અનીલ નામના શખ્સને ફરાર ઘોષિત કરવામાં આવ્યો છે.અનીલે (બીયર)ઈંગ્લીશ દારૂનો જથ્થો પોતાની રીક્ષામાં ભરી એકાંતવાળી જગ્યામાં લઇ આવી સ્વીફ્ટ નંબર જીજે-૦૫-જેએન-૦૬૦૪ સાથે ઝડપાયેલા રાધેશ્યામ લક્ષ્મીનારાયણ જોષી રહે,માહ્યાવંસી મોહલ્લો,કામરેજ અને નવીનકુમાર નરેશકુમાર જોષી રહે,એજન નાઓને દારૂ આપી વેચાણ કરવાને ઈરાદે લઇ જતા હોય તે સમય દરમિયાન તાપી-એલસીબી પોલીસે કાર સાથે બંને જણાને ઝડપી પાડ્યા હતા.જેમાં બીયર ટીન નંગ ૩૬૨ જેની કિંમત રૂ.૧,૦૦૮૦૦/-,મારુતિ સ્વીફ્ટ કારની કીં.રૂ.૪.૫૦ લાખ,બે નંગ મોબાઈલ ફોન કિ.રૂ.૫,૫૦૦/- મળી કુલ રૂપિયા ૫,૫૬,૩૦૦/-ના મુદ્દામાલ સાથે બે જણાની અટક કરવામાં આવી હતી.જયારે અનીલ રહે,ચીચીપાડા,નંદુરબાર (મહારાષ્ટ્ર)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.બનાવ અંગે એલસીબી-તાપીમાં ફરજબજાવતા અહેકો જગદીશ જોરારામ(બ,નં-૩૮૮)નાઓએ ફરિયાદ કરી હતી જેના આધારે પ્રોહી એક્ટની કલમ ૬૫ઈ,૮૧,૯૮,(૨) મુજબ ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ એલસીબી-તાપી પીઆઈ એન.જે.બિરાડે કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500