તાપીમિત્ર ન્યુઝ,રાજપીપલા:નાંદોદના ઓરી ગામમાં ત્રણેક દિવસ પેહલા એલસીબીએ છાપો મારી પુરવઠા સંચાલકને ત્યાંથી 34 હજારનો અનાજ ખાંડ નો બેનંબરી જ્થ્થો કબ્જે કરતા અનેક સવાલ ઉભા થયા હતા ત્યારે આ જથ્થો સરકારી છે કે કેમ એની તપાસ માટે એલસીબીએ પુરવઠા વિભાગમાં પત્ર લખી જથ્થાની તપાસ કરવા જણાવ્યું છે ત્યારે નિસ્ટા પૂર્વક બેનંબરિયાઓ ને ખુલ્લા પાડતી પોલીસ અને બાતમી આપનાર વ્યક્તિ ની મેહનતમાં પુરવઠા વિભાગ હવે કયો રંગ ભરશે એતો આવનારો સમયજ બતાવશે પરંતુ એક વાત ચોક્કસ છે કે પુરવઠા વિભાગ જો ખરેખર બેનંબરિયાઓને ખુલ્લા કરતી હોત તો બાતમી પોલીસ ને કેમ આપવામાં આવી હતી એનો મતલબ ક્યાંક પુરવઠા વિભાગમાં પણ ભીનું સંકેલાતું હોવું જોઈએ અને લોકોને હવે પુરવઠા વિભાગ પર વિશ્વાસ રહ્યો નથી.
નર્મદા જિલ્લામાં ચાલતી પુરવઠાની દુકાનોમાં ઘણી ખરી દુકાનના સંચાલકો હજુ કાળાબજાર કરતા હોવાની વારંવાર ફરિયાદો ઉઠે છે પરંતુ પુરવઠા ખાતા પરથી આમ જનતાને હવે વિશ્વાસ ઉઠી ગયો છે ત્યારે નર્મદા પોલીસનો આશરો લઈ બેનંબરિયાઓની બાતમી અપાય છે માટેજ નાંદોદ તાલુકાના ઓરી ગામે અનાજની કાળાબજારી ચાલતી હોવાની એલસીબીના પીએસઆઈ એ.ડી.મહંતને માહિતી મળતા તુરતજ ઓરી ગામે સ્ટાફ સાથે રેડ કરતા સસ્તા અનાજની દુકાનનું લાઇસન્સસ ધરાવતા નટવર લલ્લુભાઈ પટેલ ના ઘરે રેડ કરતા આધાર પુરાવા વગરની 300 કિલો ખાંડ જેની કિંમત રૂપિયા નવ હજાર તથા ચોખા ની કુલ બોરી અને કોથળીયો માં કુલ 1251 કિલો ચોખા જેની કિંમત રૂપિયા 25020/- મળી કુલ રૂપિયા 34020/- હજાર નો મુદ્દામાલ આધારપુરાવા વગરનો શંકાસ્પદ મળી આવતા તમામ મુદ્દામાલ કબ્જે કરી પુરવઠા સંચાલક નટવર પટેલ ની પણ અટક કરી હતી ત્યારે આ જથ્થો સરકારી છે કે નઈ એ માટે હવે પુરવઠા વિભાગ શું ભૂમિકા ભજવે છે એ જોવું રહ્યું .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application