Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા:લીલાવાંસની તસ્કરી અટકાવવા જતા બીડગાર્ડ ઉપર હુમલો

  • May 13, 2018 

તાપીમિત્ર ન્યુઝ,રાજપીપલા:નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા ફોરેસ્ટ ની ટિમ જાડોલી બીટ માં ગત 11મે ના રોજ રાઉન્ડમાં હતી તે સમય દરમિયાન ગંભીર હાદીયા વસાવા ત્યાંથી દશ જેટલા લીલાવાસ ની એક ભારી ચોરી કરી લઈ હતો હોય,બીડગાર્ડ મિતેશ હરીશભાઈ કનોજીયાએ તેને અટકાવી કાયદેસર કાર્યવાહી કરવા જતા ગંભીર વસાવા ત્યાંથી નાસી છૂટ્યો હતો ત્યારબાદ બીજે દિવસે આ બનાવ ની અદાવત રાખી ચૈતર દામજી વસાવા, ગંભીર હાદીયા વસાવા, ગંભીર નો પુત્ર,મણિલાલ વસાવા ,ગણેશ વસાવા સહીત બોગજ ગામના બીજા દસ થી પંદર વ્યક્તિઓ ભેગા મળી ગેરકાયદેસર મંડળી બનાવી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારબાદ બીડગાર્ડ ના ફોરેસ્ટ ક્વાટર પર જઈને પણ ધમકી આપી હતી માટે આ બાબતે બીડગાર્ડ મિતેશ કનોજીયાએ ડેડીયાપાડા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે બોગજ ગામના પાંચ સહીત અન્ય ટોળા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.તપાસ ડેડીયાપાડા પી એસ આઈ કે એલ ગળચર કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application