નવી દિલ્હી:આખી દુનિયા આજે (૧૩મે)ના રોજ મધર્સ ડે ઉજવી રહી છે.સોશિયલ મીડિયા પર લોકો માતા પ્રત્યે પોતાની ભાવનાઓ અને તસ્વીરો શેર કરી રહ્યાં છે.જોકે બદલતા જમાનામાં માતા-પિતાની ઉપેક્ષાની ઘટનાઓ ખૂબ વધી ગઇ છે.એવામાં વડાપ્રધાન નરેંદ્ર મોદીના નેતૃત્વવાળી હાલની કેંદ્ર સરકાર કાનૂનમાં કેટલાક ફેરફાર કરવાની તૈયારીમાં છે,ત્યારબાદ કોઇપણ પુત્ર ઘરડા માતા પુત્રીને એકલા છોડતાં પહેલાં ખચકાશે.કાયદામાં ફેરફાર કરી જોગવાઇ કરવામાં આવી રહી છે કે જો માતા-પિતાને તરછોડી મૂક્યા અથવા તેમની સાથે ર્દુવ્યવહાર કર્યો તો હવે છ મહિનાની જેલ થઇ શકે છે.માતા-પિતા તથા વરિષ્ઠ નાગરિકોના ભરણ-પોષણ તથા કલ્યાણ અધિનિયમ ૨૦૦૭ હેઠળ આરોપી પુત્રોને ત્રણ મહિનાની સજાની જોગવાઇ છે,જેને વધારીને છ મહિના કરવાની તૈયારીમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application