Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

2021 Raksha Bandhan : રક્ષાબંધન પર સર્જાયો છે શુભ સંયોગ ! રાખડી બાંધવાના શ્રેષ્ઠ મુહૂર્ત વિશે જાણો

  • August 21, 2021 

ભાઈ-બહેનની પ્રિતનો પર્વ રક્ષાબંધન દર વર્ષની શ્રાવણી પૂનમે ઉજવાતો હોય છે. આ વખતે આ અવસર 22 ઓગષ્ટ, રવિવારના રોજ છે. આમ તો પૂર્ણિમાનો સમગ્ર દિવસ રાખડી બાંધવા માટે શુભ મનાય છે. પણ, ક્યારેક જો ભદ્રાકાળનો યોગ સર્જાયો હોય, તો જ રાખડી કયા સમયમાં બાંધવી તેને લઈને મૂંઝવણ ઉભી થતી હોય છે. આ વખતે સારી બાબત એ છે કે આ રક્ષાબંધન પર આવો કોઈ અશુભ યોગ નથી. ઉપરથી રક્ષાબંધન પર બે શુભ સંયોગ સર્જાઈ રહ્યા છે. આ સંયોગ એટલે શોભન યોગ અને ધનિષ્ઠા યોગ.

 

 

 

 

શ્રેષ્ઠ મુહૂર્ત

રવિવાર, 22 ઓગષ્ટ સવારે 7:55 થી બપોરે 12:40 સુધી બપોરે 2:25 થી બપોરે 4:00 સુધી

 

 

 

 

 

શોભન યોગ

શોભન યોગ રવિવારે સવારે 10:34 સુધી રહેશે.આ યોગ માંગલિક કાર્યો માટે ખૂબ જ શુભ મનાય છે. એટલે, શક્ય હોય તો આ યોગ દરમિયાન જ રાખડી બાંધવી. તો, આ સમય દરમિયાન કરેલી યાત્રા પણ કલ્યાણકારી મનાય છે. એટલે કે, આ સમયમાં રાખડી બાંધવા માટે બહેન ભાઈના ઘરે કે ભાઈ બહેનના ઘરે જવા મુસાફરી કરી શકે છે.

 

 

 


ધનિષ્ઠા યોગ 

રવિવારે સાંજે 7:40 સુધી ધનિષ્ઠા યોગ રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધનિષ્ઠા નક્ષત્રનો સ્વામી મંગળ છે. તો, આ નક્ષત્રમાં જન્મેલા લોકોને તેમના ભાઈ-બહેન પ્રતિ સવિશેષ પ્રેમ હોય છે. એટલે આ નક્ષત્રમાં પડતી રક્ષાબંધન ભાઈ-બહેનના પરસ્પરના પ્રેમને વધારશે તેવી માન્યતા છે. આમ તો આ વખતે કોઈ દૂષિત યોગ ન હોઈ આખો દિવસ રાખડી બાંધવા માટે શુભ છે. છતાં, જો સર્વોત્તમ મુહૂર્તમાં ભાઈને રાખડી બાંધવામાં આવે તો તે ભાઈ અને બહેન બંન્ને માટે વધુ ફળદાયી બની રહેશે. કેટલાંક લોકો મુહૂર્ત જોઈને જ રાખડી બાંધવાના આગ્રહી હોય છે. ત્યારે આવો જાણીએ, શુભ ચોઘડીયા અનુસાર રાખડી બાંધવાના શ્રેષ્ઠ મુહૂર્ત.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application