તાપીમિત્ર ન્યુઝ, ડોલવણ:ડોલવણના રાયગડ ગામમાં નદી કિનારે ટિંટોડીએ મૂક્યા છે ઈંડા ચોમાસામાં કેવો વરસાદ પડશે તેની મૂકેલા ઇંડાંના આધારે આગાહી થતી હોય છે.તેવું જાણકારો માની રહ્યા છે.
તાપી જિલ્લા ના ડોલવણ ગામની સિમ માંથી પસાર થતી અંબિકા નદી કિનારે ટીટોડીએ ચાર ઉભા ઈંડા મુકતા સારા વરસાદની આગાહી તજજ્ઞો વ્યક્ત કરી રહ્યાં છે.રાયગડ ગામના કેટલાક યુવાનો ગત ગુરુવાર નારોજ અંબિકા નદી કિનારે ફરવા માટે ગયા હતા જ્યાં ટીટોડીએ ચાર ઉભા ઈંડા મુક્યા હોય યુવાનોને નજરે પડ્યા હતા.ટીટોડીના ઉભા ઈંડા નજરે પડતા પવન વગર વરસાદ થવાની ખેડૂતે આગાહી કરી હતી અને કહ્યું કે ઈંડા માંથી પક્ષી નીકળી ઉડી જાય પછી વરસાદ પડે તેવું જાણકારો માની રહ્યા છે.ચોમાસામાં વરસાદ કેવો પડશે તેની આગાહી વૈજ્ઞાનિક ઢબે જ્યારે ખેડૂતો ઘણાં સમયથી ટીટોડીના ઈંડા પરથી વરસાદની આગાહી કરતાં હોય છે.ટીટોડીના ઈંડા જો ઉભા હોય તો પવન વગરનો વરસાદ આવે અને આડા હોય તો વાવાઝોડા સાથે વરસાદ આવે તેવી એક ધારણા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application