Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જિલ્લાના નારાજ પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા સહિત 2000 લોકો ફરી ભાજપમાં જોડાશે

  • February 07, 2024 

ભાજપનો ભરતીમેળો ગુજરાતમાં પૂરબહારમાં ખિલ્યો છે. આજે પણ નર્મદા જિલ્લાના 2000થી વધુ લોકો આજે અમદાવાદ કમલમ ખાતે ભાજપમાં જોડાશે. જેઓને કેસરિયો પહેરાવાની પૂરી તૈયારીઓ થઈ ગઈ છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં લોકસભાની 26માંથી 26 બેઠકો 5 લાખની લીડથી જીતવા માટે પક્ષ પલટા કે નેતાઓની ઘરવાપસી કરાવી રહી છે. આ જ પ્રકારે વિધાન સભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરનાર ભાજપનાં પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા સહિત 2000 લોકો આજે ભાજપમાં જોડાશે. ભાજપથી નારાજ હર્ષદ વસાવાએ પાર્ટી છોડી દીધી હતી હવે તેઓ ઘરવાપસી કરી રહ્યાં છે.


ભાજપ હાલમાં ભરતીમેળાના મૂડમાં છે અને દરેકને આમંત્રી રહી છે. જેને પગલે ભાજપમાં પણ અજંપાભરી સ્થિતિ છે. આજે રાજપીપળાથી 6 બસ અને 100થી વધુ નાની ગાડીઓ સાથેનો કાફલો ગાંધીનગર જવા રવાના થયો છે. બપોરે 3 કલાકે કમલમ ખાતે તમામને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં સામેલ કરવામાં આવશે. ભરૂચ અને છોટાઉદેપુર લોકસભાના કાર્યકરો ભાજપ માટે મોટો ફાયદો કરી શકે છે. ભાજપને આમ પણ ભરૂચ લોકસભા સીટનું સૌથી વધારે ટેન્શન છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં આ સીટને જીતવા માગે છે. આ સીટ પરના ભાજપના સાંસદ મનસુખ માંડવિયા સામે એન્ટિઈન્કમ્બસીનો માહોલ હોવાથી ભાજપ માટે આ સીટ માથાનો દુખાવો બની ગઈ છે.


હર્ષદ વસાવા સતત 2 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચુક્યા છે. 2002માં રાજપીપળા વિધાનસભા બેઠકથી ચૂંટાયા હતા, તો 2007માં રાજપીપળા વિધાનસભા બેઠકથી ચૂંટણી જીત્યા હતા. ભાજપના આદિજાતી મોરચાના પ્રમુખ પદે તેઓએ સેવા આપેલી છે. હર્ષદ વસાવા પૂર્વ સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે. 2022માં ભાજપે ટિકિટ ન આપતા તેમણે બળવો કર્યો હતો અને વિધાનસભા 2022માં અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા. આજે બપોરે 3 કલાકે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા હોદેદારોનો પુનઃ પ્રવેશ થશે. જેમાં પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા, ગુજકો માર્સલ અને ભરૂચ ડિસ્ટ્રીકટ બેંકના ડિરેક્ટર સુનીલ પટેલ, પૂર્વ ભાજપ જિલ્લા અધ્યક્ષ ઘનશ્યામ દેસાઈ સહિત મોટા હોદેદારોનો પુનઃ પ્રવેશ થશે.. વર્ષ 2022માં ટિકિટ ન મળતા હર્ષદ વસાવાએ બળવો કર્યો હતો. હર્ષદ વસાવા નાંદોદ બેઠક પરથી અપક્ષ તરીકે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જો કે હર્ષદ વસાવાની 2022 વિધાનસભા ચૂંટણીમાં હાર થઇ હતી. આમ છતાં પણ ભાજપ આ નેતાને આજે ઘરવાપસી કરાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application