ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને નલિયા કોર્ટમાં અત્યારે રજૂ કરવામાં આવ્યો છે. ચેતક કમાન્ડો સહીતના ઉચ્ચ પોલીસ કાફલા અને ચેતક કમાન્ડો સહીત સુરક્ષા જવાનો વચ્ચે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે.ઉચ્ચ અધિકારીઓની તૈનાતી વચ્ચે બિશ્નોઈની હાજર કરાયો છે.
200 કરોડના ડ્રગ્સ કેસમાં સંડોવણી મામલે લોરોન્સને કોર્ટ સમક્ષ હાજર કરાયો છે.પટિયાલા હાઉસ કોર્ટે એટીએસની ટ્રાન્ઝિટ રિમાન્ડ અરજીને મંજૂરી આપી અને ખાસ ચેતક કમાન્ડોની ટીમને ગુજરાત લાવી હતી. એટીએસ દ્વારા લોરેન્સનો કબ્જો મેળવીને નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.પાકિસ્તાનથી કચ્છ વાયા ભારતમાં ડ્રગ્સની દાણચોરીના કેસમાં લોરેન્સની સંડોવણી હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.અગાઉ ગુજરાતમાં ડ્રગ્સની દાણચોરીના કેસમાં પોલીસે 6 પાકિસ્તાની સહિત 8 લોકોની ધરપકડ કરી હતી.
આ મામલે ગુજરાત ATS દ્વારાવોરંટ જારી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગુજરાતના એનડીપીએસના એક કેસમાં લોરેન્સ બિશ્નોઈની તપાસની માંગ કરવામાં આવી હતી. ATS દ્વારા આ મામલે પટિયાલા હાઉસની NIA કોર્ટમાં લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ માટે અરજી કરવામાં આવી હતી. પટિયાલા હાઉસ કોર્ટે એટીએસની ટ્રાન્ઝિટ રિમાન્ડ અરજીને મંજૂરી આપતા કોર્ટમાં આજે હાજર કરાયો હતો
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500