બે વર્ષ પહેલાં વર્ષ 2022માં ઉધના પોલીસ મથકની હદ વિસ્તારમાં રહેતી 15 વર્ષની તરૂણીને પ્રેમસંબંધમાં ફસાવીને દુષ્કર્મ આચરી સગર્ભા બનાવનાર 30 વર્ષીય આરોપીને 10માં એડીશ્નલ સેશન્સ જજે તમામ ગુનામાં દોષી ઠેરવી ઈપીકો-376(3) તથા પોક્સો એક્ટની સેકશન-5(1) અને 6ના ભંગ બદલ 20 વર્ષની સખત કેદ રૂપિયા 10 હજાર દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદ તથા ભોગ બનનારને 1.50 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે. ઉધના પોલીસ મથકની હદમાં રહેતી 15 વર્ષની તરૂણીએ ગત તારીખ 17-4-2022નાં રોજ વોમીટ કરતાં તેની માતાએ સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતાં રિપોર્ટ કરાવતા તરૂણીને બે માસની પ્રેગનન્સી હોવાનું બહાર આવ્યું હતુ.
જે અંગે તરૂણીની માતાએ પુછપરછ કરતાં ભોગ બનનારે પોતાને સ્કુલકાળનો મિત્ર સુરજ સીતારામ માને(રહે.જલારામ નગર સોસાયટી,ઉધના) સાથે મુલાકાત બાદ મોબાઈલ નંબરની આપલે થઈ હતી. ત્યારબાદ આરોપી તથા ભોગ બનનાર વચ્ચે પ્રેમસંબંધ બંધાતા આરોપીએ લગ્નની લાલચ આપીને તરૂણી સગીર હોવાનું જાણવા છતાં એકથી વધુવાર શરીર સંબંધ બાંધતા બે માસનો ગર્ભ રહી ગયો હતો. જેથી ભોગ બનનારની ફરિયાદી માતાએ આરોપી સુરજ માને વિરુદ્ધ પોતાની સગીર પુત્રીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરીને પોક્સો એક્ટના ભંગ બદલ ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં ઉધના પોલીસે ત્રણ વર્ષ પહેલાં જેલભેગા કરેલા આરોપી સુરજ માને વિરુધ્ધનો કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન બચાવપક્ષે મુખ્યત્વે આરોપી તથા ભોગ બનનાર વચ્ચે પ્રેમસંબંધ હોવાનો બચાવ લીધો હતો.જ્યારે સરકારપક્ષે એપીપી સંતોષકુમાર કે.ગોહીલે આરોપી વિરુદ્ધના કેસમાં મુખ્ય સાક્ષીઓ સહિત પંચ,તબીબ અને પોલીસ સાક્ષી મળીને કુલ 10 સાક્ષી તથા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા.
જેથી કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવતા બચાવપક્ષે આરોપીની વય બનાવ સમયે 28 વર્ષની હોઈ હાર્ડકોર ક્રીમીનલ સાથે રાખવાથી તેના પર વિપરિત અસર થવાની સંભાવના હોઈ ઓછી સજા કરવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપી 30 વર્ષનો તથા ભોગ બનનાર 15 વર્ષની છે.આરોપીએ તરૂણી સગીર હોવાનું જાણવા છતાં તેની પર જાતીય હુમલો કર્યો છે.જેથી સમાજમાં દાખલો બેસે તે રીતે આરોપીને મહત્તમ સજા-દંડ તથા ભોગ બનનારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ યોગ્ય વળતર ચુકવવા માંગ કરી હતી.જેને કોર્ટે માન્ય રાખી આરોપી સુરજ માનેને ઉપરોક્ત સખ્તકેદ,દંડ તથા ભોગ બનનાનરે 1.50 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500