Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આણંદ જિલ્લામાં હિટવેવની અસરને ધ્યાનમાં રાખી મતદાનનાં દિવસે એમ્બ્યુલન્સ સહીત દવાઓ સાથે 20 ટીમો તૈનાત રહેશે

  • May 05, 2024 

મતદાનના દિવસે આણંદ જિલ્લામાં હિટવેવની અસરને ધ્યાને લઈ તકેદારી રાખવા જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ તમામ તાલુકા હેલ્થ ઓફિસરોને સ્ટેન્ડબાય રહેવા સુચનાઓ આપી છે. આણંદ જિલ્લામાં આગામી 5 દિવસ દરમિયાન મહતમ તાપમાનનો પારો 41 થી 43 ડી.સે. સુધી પહોંચવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. જે મુજબ શનિવાર, રવિવાર અને મંગળવારે મહતમ તાપમાન 41 ડી.સે. તેમજ ગુરુવારે મહતમ તાપમાનનો પારો 42 થી 43 ડી.સે. રહેવાની શક્યતા છે જેથી મતદાનના દિવસે 108ની 19  એમ્બ્યુલન્સને જિલ્લામાં જુદા જુદા લોકેશન ઉપર તૈયાર રાખેલી છે.


તમામ પીએચસી, સીએચસી, અર્બન હેલ્થ સેન્ટર, સિવિલ હોસ્પિટલની 80 એમ્બ્યુલન્સ, સ્ટાફ દવાઓ સાથે તથા આરબીએસકેની 20 ટીમોને પણ પ્રાથમિક સારવાર માટે અને રેફરલ સેવાઓ માટે તૈયાર રાખેલી છે. ચૂંટણીમાં ફરજ બજાવતા તમામ કર્મચારીને ઈમરજન્સીમાં કેશલેસ સારવાર માટે બે ખાનગી હોસ્પિટલને પણ તૈયાર રાખેલી છે. લોકસભાની ચૂંટણીમાં જિલ્લાના 1,778 બુથમાં મતદાન મથકે પ્રાથમિક સારવાર માટે કુલ 1,968 પ્રાથમિક સારવાર માટે દવાઓની કીટ તાલુકા મામલતદારને સુપ્રત કરવામાં આવેલા છે.


ચૂંટણીમાં ફરજો બજાવતા તમામ સ્ટાફ/કર્મચારીને હીટવેવ અને પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવેલી છે. રીસીવીંગ-ડિસ્પેચીંગ તથા તાલીમ અને મત ગણતરીના સ્થળે પણ મેડિકલ ટીમો પુરતા દવા-સાધનો સાથે તહેનાત રાખવામાં આવશે. તમામ પીએચસી, સીએચસી, અર્બન હેલ્થ સેન્ટર, સિવિલ હોસ્પિટલમાં જરૂરી દવાઓ, સાધનો, ડીપફ્રીઝર, આઈસ પેક્સના જથ્થાની સમીક્ષા કરવા, વનરેબલ સમુહો, જૂથો શોધી તેમના બચાવ, ટ્રીટમેન્ટ સંબંધી તૈયારીની સમીક્ષા અને તૈયારી કરવા તેમજ હિટવેવના કારણે લોકો બીમાર ન પડે તે માટે તેમને જાગૃત કરવા સુચનો આપ્યા છે.


તેમજ લોકોને હિટવેવ અંતર્ગતની આઈઈસી કરવી, સવિસ્તાર માહિતી આપવી, આરોગ્ય સંસ્થામાં ફાયર સેફ્ટીની સંપૂર્ણપણે તપાસણી કરાવવી, ઓઆરએસ કોર્નર (ઓ.પી.ડી. તેમજ વોર્ડમાં) અને જરૂરી દવાઓનો પુરતો જથ્થો સુનિશ્ચિત કરવો, હિટવેવની અસરને નિવારવા માટેની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરાવવું,તાલુકા હિટવેવ નોડલ સુચનાઓની ખાસ અમલવારી થાય તેની તકેદારી રાખવા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application