આંધ્રપ્રદેશનાં ગન્નવરમ્ એરપોર્ટથી કુવૈત જતું એર ઈન્ડિયાનું વિમાન નિર્ધારિત સમય કરતાં બરાબર 12 કલાક વહેલું ઉપડી જતાં 20 મુસાફરો રઝળી પડયા હતા. એર ઈન્ડિયાએ બચાવ કરતા કહ્યું હતું કે, પેસન્જર્સને અગાઉ જ નવા ટાઈમ ટેબલની જાણકારી આપી દેવામાં આવી હતી. એર ઈન્ડિયાનું વિમાન આંધ્રપ્રદેશનાં ગન્નવરમ્ એરપોર્ટ પરથી કુવૈત જવાનું હતું. ફ્લાઈટની ઉડાનનો સમય બપોરે 1.10 કલાકે નિર્ધારિત હતો, પરંતુ ફ્લાઈટ તેના બરાબર 12 કલાક પહેલાં મધરાતે 1.10 કલાકે ઉપડી ગઈ હતી. ફ્લાઈટ 12 કલાક વહેલી ઉપડી જતાં કુવૈત જનારા 20 મુસાફરો રઝળી પડયા હતા.
આ મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયામાં ટિકિટ શેર કરીને આ મુસાફરોએ એર લાઈન્સ પર બેદરકારીનો આરોપ મૂક્યો હતો. મુસાફરોએ કહ્યું હતું કે, એ લોકો જ્યારે એરપોર્ટ પર પહોંચ્યા અને તપાસ કરી ત્યારે ખબર પડી કે ફ્લાઈટ તો મધરાતે જ ઉપડી ગઈ હતી. હોબાળો થતાં કંપનીએ બચાવમાં નિવેદન આપ્યું હતું કે, વિમાનનો સમય બદલાયો તે બાબતે પેસેન્જર્સને અને બુકિંગ વેબસાઈટ્સને નોટિફિકેશન આપવામાં આવ્યું હતું. નવા ટાઈમ બાબતે જાણકારી આપી દેવાઈ હતી. જોકે, મુસાફરોનો આરોપ છે કે આ બાબતે તેમને કોઈ નોટિફિકેશન મળ્યું નથી. અગાઉ બેંગ્લુરુથી દિલ્હીની ગો ફર્સ્ટની ફ્લાઈટ 50 વિમાનોને એરપોર્ટમાં મૂકીને ઉડી ગયું હતું. ફ્લાઈટ પકડવા માટે મુસાફરો રનવે પર બસમાં બેઠા હતા ને ફ્લાઈટ ઉડી ગઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500