વરસાદને કારણે ઉપરવાસમાં જમા થયેલા પાણીમાં સતત વધારો થતા ઉકાઈ ડેમના દરવાજા ખોલી ઉકાઈ ડેમમાંથી 1,86,768 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે,આ સાથે મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી 20 દરવાજા ફૂલ ઓપન કરી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી હજૂ પણ ઉકાઈ ડેમમાં વધુ પાણી આવશે.
ઉકાઈ ડેમની જળસપાટી 335.78 પર પહોંચી
ઉકાઇ ડેમમાં આજે સવારે 8 કલાકે 1,68,768 કયુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમની જળસપાટી 335.78 પર પહોંચી છે. ડેમના 12 દરવાજા 9 ફૂટ ખોલી 1,84,660 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા સોનગઢ અને વ્યારા તાલુકાના તાપી નદી કિનારે આવેલા ગ્રામ્ય લોકોને નદી કિનારે અવરજવર ન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ડેમમાંથી 1,84,660 કયુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું
ઉપરવાસમાં છેલ્લા એક અઠવાડિયામાં અવિરત વરસાદ વરસ્યો છે. તેને લઈને ઉકાઈ ડેમની જળ સપાટી ઉપર આવી છે.દક્ષિણ ગુજરાતનું પાણી સ્ત્રોત ઉકાઈ ડેમ છે.મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી આજે શનિવાર નારોજ સવારે 6 કલાકે 1,60,577 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને લીધે આ પાણીનો જથ્થો આગામી થોડા કલાકોમાં ઉકાઈ ડેમમાં પહોંચશે. જ્યારે ઉકાઈ ડેમના 12 દરવાજા ખોલી ડેમમાંથી 1,84,660 કયુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે.
હથનુર ડેમના 36 ગેટ ફૂલ ઓપન કરી ડેમમાંથી તાપી નદીમાં 83,485 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્રમાં સતત ભારે વરસાદને પગલે મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી 1,60,577 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણીનો જથ્થો આગામી 12થી 15 કલાકમાં ઉકાઈ ડેમમાં પહોંચશે. આજ રીતે પ્રકાશા ડેમના ઉપરવાસમાં તાપી નદી પર આવેલા હથનુર ડેમની સપાટી આજે સવારે 6 કલાકે 209.540 મીટર નોંધાઇ હતી અને હથનુર ડેમના 36 ગેટ ફૂલ ઓપન કરી ડેમમાંથી તાપી નદીમાં 83,485 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
આમ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની જળસપાટીમાં મોટો વધારો નોંધાશે. હાલ ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. હવે પ્રકાશા ડેમનું વધુ પાણી ઉકાઈ ડેમમાં આવશે. જેથી ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધુ વધારો થશે. આ કારણોસર તાપી નદીના કાંઠા વિસ્તારના ગામોએ સાવેચત રહેવાની જરૂર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500