સુરતમાં BMWના શો રૂમમાંથી 2.73 લાખની મતાની ચોરી જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. કેનેડિયનની ઓળખ આપી ભેજાબાજોએ BMWના શો રૂમમાંથી ચોરી કરી હતી. સુરતના મગદલ્લા ખાતે આવેલા BMWના શોરૂમમાં આ ઘટના બની હતી. ચાલાકી કરી આધેડ દ્વારા આ રુપિયા સરકાવી લેવામાં આવ્યા હતા. ત્યારે અગાઉ થયેલી ચોરીની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.
શો રૂમના કેશિયરનો વિશ્વાસ જીતી આધેડે ઘટનાને આ અંજામ આપ્યો છે. આઘેડ ચાલાકીપૂર્વક નજર ચૂકવી શો રૂમમાંથી 2.73 લાખની કેશ લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાના CCTV ફૂટેજ સામે આવતાની સાથે જ સમગ્ર મામલે ખ્યાલ આવ્યો હતો. શો રૂમના માલિકે ઘટનાની જાણ ઉમરા પોલીસને કરી હતી જેથી ઘટનાને લઈ પોલીસ પણ દોડતી થઈ હતી.
ઉમરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.પોતાને એક કેનેડીયન તરીકેની ઓળખ આ આધેડે ત્યાંના કેશિયરને આપી હતી. શોરૂમમાં કેશિયરને વિશ્વાસમાં લઈ તેઓને વિશ્વાસમાં લઈને શોરૂમમાંથી રૂપિયા લઈને તેઓ ફરાર થઈ ગયા હતા.
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાને અંજામ આપનાર લૂંટારાઓને શોધવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા,પરંતુ સફળતા મળી ન હતી. ઘટનાના 20 દિવસ બાદ શોરૂમ માલિકે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ઘટનાની ફરિયાદ મળતાની સાથે જ શોધખોળ શરૂ કરી છે.
કેનેડીયને વાતો વાતમાં કહ્યું કે,ભારતમાં તમારી પાસે કઈ મોટી નોટો ચાલે છે કેનેડામાં જે નોટ મોટી ચાલે છે તેને લઈને કેનેડાની નોટ બતાવી હતી. તેમ કહેતા જ કેશિયર દ્વારા કેશ કાઉન્ટર ખોલીને 2000ની નોટ બતાવતા આધેડ ધીમેથી કેશિયરને વિશ્વામાં લઈને અંદર આવ્યા હતા અને ત્યાર બાદ ધીરેથી કાઉન્ટર ખોલીને ચાલાકીથી રૂ.2,73,500 લઈને ફરાર થઈ ગયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500