રાજસ્થાનના ડુંગરપુર ખાતે એક સગીરા વિદ્યાર્થીનીનું તેની જ શાળાના 2 યુવકોએ અપહરણ કર્યું હતું અને તેના સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. જોકે સ્થિતિ બગડ્યા બાદ વિદ્યાર્થીનીને બેહોશીની હાલતમાં તેના ઘર સામે છોડીને ભાગી ગયા હતા. હાલ હોસ્પિટલમાં પીડિતાની સારવાર ચાલી રહી છે. ડેપ્યુટી એસપી રાકેશ કુમાર શર્માએ બુધવારે આ અંગેની જાણકારી આપી હતી. શર્માએ જણાવ્યું કે, મંગળવારે બિછીવાડા થાણા ક્ષેત્ર ખાતે સામૂહિક દુષ્કર્મની ઘટના નોંધાઈ હતી. આ ઘટના સોમવારે બની હતી અને ધોરણ-9ની સગીરાનું તેની જ શાળાના 2 યુવકોએ અપહરણ કર્યું હતું. તેઓ તેને જંગલમાં લઈ ગયા હતા અને બાદમાં બંને યુવકોએ તેના સાથે કથિતરૂપે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું.કેસની વિગતો પ્રમાણે ગત તા.24 જાન્યુઆરીના રોજ બપોરના સમયે ધોરણ-12માં અભ્યાસ કરતા બંને યુવકોએ વિદ્યાર્થીની શાળાની બહાર નીકળી એટલે તેને ફરવા લઈ જવા કહ્યું હતું અને જંગલમાં લઈ ગયા હતા. ત્યાં નિર્જન ક્ષેત્રમાં તેના સાથે બળાત્કાર કરવામાં આવ્યો અને શાળા છૂટવાના સમયે બંને તેને તેના ઘર સામે છોડીને ભાગી ગયા. જયારે પીડિતાએ પોતાના પિતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને તેની સ્થિતિ ખરાબ હોવાના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application