તાપી જીલ્લામા શુક્રવારે કોરોના પોઝીટીવ દર્દીના વધુ 2 નવા કેસ મળી આવ્યા . જેને લઇ આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ જાણે કોરોનાએ રફતાર પકડી હોય તેમ કેસોમાં વધારો નોધાઇ રહ્યો છે. જોકે જે રીતે લોકો સોશિયલ ડીસ્ટન્સ કે પછી માસ્ક વગર હરવા ફરવા લાગ્યા છે તે પણ એક ચિંતાનો વિષય બન્યો છે.
વ્યારાના ચાંપાવાડી ગામના ભાટી ફળીયામાં 56 વર્ષીય પુરૂષ અને વ્યારાનગરમાં આવેલ સીડી સ્ક્વેરમાં 28 વર્ષીય પુરુષ મળી કુલ 2 દર્દીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો
જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.12 મી માર્ચ નારોજ જીલ્લાના માત્ર વ્યારાના ચાંપાવાડી ગામના ભાટી ફળીયામાં 56 વર્ષીય પુરૂષ અને વ્યારાનગરમાં આવેલ સીડી સ્ક્વેરમાં 28 વર્ષીય પુરુષ મળી કુલ 2 દર્દીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને હોમઆઈશોલેશન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જીલ્લાભરમાંથી કોરોના ટેસ્ટ માટે 322 સેમ્પલ લેવામાં આવ્યા
જીલ્લામા આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 909 કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ 861 દર્દીઓ સાજા થયા છે. કોરોના ની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લાભરમાંથી કોરોના ટેસ્ટ માટે 322 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ 7 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500