તાપી જિલ્લામાં મંગળવારે વધુ 6 લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. તેમ છતાં કેટલાક લોકો માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ વિના બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે.
જિલ્લામાં કુલ 6 દર્દીઓ કોરોના ટેસ્ટ પોઝીટીવ
જિલ્લા આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.છઠ્ઠી એપ્રિલ નારોજ સોનગઢના ધમોડીગામના નિશાળ ફળીયામાં 15 વર્ષીય બાળા અને 12 વર્ષીય બાળા, સોનગઢના જુનાઈગામમાં 28 વર્ષીય પુરૂષ, સોનગઢના વડપાડા ગામના પારસી ફળીયામાં 30 વર્ષીય પુરૂષ તેમજ વ્યારાના સુર્યાનગરમાં 41 વર્ષીય મહિલા અને વ્યારાના માલીવાડમાં 39 વર્ષીય મહિલા સહિત જિલ્લામાં કુલ 6 દર્દીઓ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 1414 સેમ્પલ લેવામાં આવ્યા
જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 1043 કેસો નોંધાયા છે, વધુ 6 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 947 દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. કોરોનાથી કુલ 8 દર્દીઓના મોત જયારે કોરોનાની સારવાર દરમિયાન અન્ય બીમારીથી 45 દર્દીઓ સહિત જિલ્લામાં કુલ 53 દર્દીઓના મોત નીપજ્યા છે. હાલ 43 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 1414 સેમ્પલ લેવામાં આવ્યા હોવાની જાણકારી આરોગ્ય વિભાગે આપી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500