Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

UPSCનાં ચેરમેન તરીકે 1983 બેચના IAS અને ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રીતિ સુદનને નિયુક્ત કરવામાં આવ્યાં

  • July 31, 2024 

UPSCનાં ચેરમેન મનોજ સોનીએ પોતાનો કાર્યકાળ પૂરો થતા પહેલા રાજીનામું આપી દીધા બાદ નવા અધ્યક્ષ તરીકે 1983 બેચના IAS અને ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રીતિ સુદનને નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રીતિ ગુરુવારે એટલે કે 1લી ઓગસ્ટે અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે. પ્રીતિ 2022થી UPSC સભ્ય તરીકે કામ કરી રહ્યા છે. પ્રીતિ સુદન 2022થી UPSCના સભ્ય છે. તેઓ 1983માં સિવિલ સર્વિસમાં જોડાયા હતા. તેઓ આંધ્રપ્રદેશ કેડરના નિવૃત્ત IAS અધિકારી છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ તરીકેનો તેમનો કાર્યકાળ જુલાઈ 2020 માં સમાપ્ત થયો હતો. આ પછી પ્રીતિ UPSCના સભ્ય બન્યા હતા. પ્રીતિએ મહિલા અને બાળ વિકાસ અને સંરક્ષણ મંત્રાલયમાં પણ કામ કર્યું છે. આ સાથે તેમની કેડરએ આંધ્રપ્રદેશમાં ફાઇનાન્સ, પ્લાનિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ટુરીઝમ અને એગ્રીકલ્ચર માટે કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે વર્લ્ડ બેન્ક માટે સલાહકારની ભૂમિકા પણ ભજવી છે. માહિતી અનુસાર, પ્રીતિ સુદને દેશમાં બે મુખ્ય કાર્યક્રમ 'બેટી બચાવો બેટી પઢાવો' અને 'આયુષ્માન ભારત' શરૂ કરવા ઉપરાંત નેશનલ મેડિકલ કમિશન, એલાઈડ હેલ્થ પ્રોફેશનલ્સ કમિશન અને ઈ-સિગારેટ પર પ્રતિબંધ સંબંધિત કાયદો બનાવવામાં ફાળો આપ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application