તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ-માંડવી માર્ગ પર આવતું જુનાઈ ગામના વળાંક પાસે બે બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં ૨૨ વર્ષીય યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.બાઈક ઉપર સવાર બંને ભાઈઓ નીંદવાડા ગામે લગ્ન પ્રસંગે આવ્યા હોય જ્યાંથી પરત ઘરે જતા અકસ્માત નડ્યો હતો.બનાવ અંગે પોલીસે ફરિયાદને આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ તા.૧૦મે નારોજ,સોનગઢ-માંડવી માર્ગ પર આવતું જુનાઈ ગામના વળાંક પાસે એક બાઈક ચાલકે પોતાનું કબ્જાનું વાહન પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈક નંબર જીજે-૧૯-એજી-૦૯૬૧ ને પાછળ થી અથડાવી દેતા બાઈક ઉપર સવાર બે ભાઈ, રાકેશભાઈ રમેશભાઇ વસાવા રહે-કરંજવાણ-માંડવીને જમણા હાથની કોણી પાસે ઇજા પહોંચી હતી જ્યારે અમિતભાઈ રમેશભાઈ વસાવા (ઉ.વ.૨૨)ને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચવાને કારણે અકસ્માતમાં મોત નીપજ્યું હતું.બનાવ અંગે રાકેશભાઈ વસાવાએ ઘટના સ્થળ પરથી ફરાર અક્ષીત નામના બાઈક ચાલક વિરુધ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.જેના આધારે સોનગઢ પોલીસે ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ અપોકો દશરથભાઈ ભુપતભાઈ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application