મુખ્યમંત્રીશ્રી દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ ‘નિરામય દિવસ’ની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્થળોએ નાગરિકોની આરોગ્ય તપાસની શરુઆત કરવામાં આવી છે. જે કાર્યકમ હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગની અનોખી પહેલના ભાગરૂપે તાપી જિલ્લામાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોની પણ આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
જેમાં વિવિધ પ્રકારની તપાસ જેવા કે, બ્લડ પ્રેશર, બ્લડ ગ્લુકોઝ, સ્તન કેન્સરની તપાસ, સર્વાઇલ કેન્સર, મોઢાના કેન્સરની તપાસ, તમામ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પરની સ્કીનીગ કરી, NCD કાર્ડ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ તમામ ડેટાની નોંધણી CPHC પોર્ટલમાં કરવામાં આવશે. તાપી જિલ્લામાં હાલ જુલાઇ-૨૦૨૩ દરમિયાન આરોગ્ય વિભાગના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સબ સેન્ટર ઉપર કુલ ૧૦૧૭ આંગણવાડી કાર્યકરો અને ૯૫૬ હેલ્પર બહેનો મળી કુલ ૧૯૭૩ બહેનોનું સ્કીનીગ કરવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500