તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલના ગ્રામ્ય વિસ્તાર માંથી એક રાતમાં જુદાજુદા સમયે બે બાઈક ચોરાઈ હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.બનાવ અંગે બાઈકના માલિકોએ કરેલ ફરિયાદને આધારે પોલીસે અજાણ્યા ચોરટાઓને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર તા.૬મે ૨૦૧૮ નારોજ,ઉચ્છલના તાલુકા મોહપાડા અને ટાવલી ગામના બસસ્ટેન્ડ ફળિયા વિસ્તાર માંથી એકજ રાતમાં બે બાઈક ચોરાઈ હોવાની ઘટના સામે આવી છે.પોલીસને પડકાર આપતા ચોરટાઓ એકજ રાતમાં જુદાજુદા સ્થળે બિન્દાસ્ત બાઈક ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જેમાં દિનેશભાઈ ઉકડીયાભાઈ વસાવા રહે,બસસ્ટેન્ડ ફળિયું,ટાવલી નાઓએ પોતાના ઘરની આગળ ખુલ્લા છાપરામાં પાર્ક કરેલ હીરો કંપનીની CD ડીલક્સ મોટર સાયકલ નંબર GJ-26-E-6430,જેનો ચેસીસ નંબર MBLHA11EWC9L32699 તેમજ એન્જીન નંબર HA11EFC9L36771 ચોરાઈ હતી.જ્યારે બીજા બનાવમાં નિલેશભાઇ કાતાભાઈ વસાવા રહે,મોહપાડા-ઉચ્છલ નાઓની હીરો કંપનીની સ્પ્લેન્ડર બાઈક નંબર GJ-26-M-6450,જેનો ચેસીસ નંબર MBLHA10CCGGHJ159997 તેમજ એન્જીન નંબર HA10ERGHJ26266 હોય,કોઈ ચોર ઇસમ ડુબ્લીકેટ ચાવી વડે ચોરી કરી ગયો હતો,બંને બનાવમાં વાહનના માલિકોએ ખુલ્લા છાપરામાં પોતાનું વાહન પાર્ક કર્યું હોવાનું જણાવ્યું છે.બનાવ અંગે મોટર સાયકલના માલિકોએ ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.આગળની વધુ તપાસ પોસઈ બી.સી.સોલંકી કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application