તાપીમિત્ર ન્યુઝ,અમદાવાદ:ધોરણ ૧૦ અને ૧૨માં બોર્ડની પરીક્ષા પૂરી થઈ ત્યારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે.બાળકના ઘડતરમાં ૧૦મું અને ૧૨મું ધોરણ મુખ્ય ફાળો ભજવે છે.ત્યારે હવે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનું પરિણામ મે મહિનામાં જ જાહેર કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ,૨૦૧૮ અને ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)-૨૦૧૮ની માર્કશીટનું વિતરણ જિલ્લા વિતરણ સ્થળો પર ૧૦મે,૨૦૧૮ના દિવસે સવારે ૧૧:૦૦ થી ૧૬:૦૦ દરમિયાન કરવામાં આવશે.આ સિવાય રાજ્યના વિજ્ઞાન પ્રવાહની ઉ. મા. શાળાઓના આચાર્યશ્રીઓને વિનંતી કરવામાં આવી છે કે તેમની શાળાની માર્કશીટ મેળવી લે.બોર્ડ દ્વારા ગુજરાત બોર્ડ સિવાયના અન્ય ઉમેદવારોની ગુજકેટની માર્કશીટ ટપાલ દ્વારા મોકલી દેવામાં આવશે.વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ-૨૦૧૮નું પરિણામ ૧૦મે,૨૦૧૮ના દિવસે સવારે ૯:૦૦ કલાકે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવશે. (ફાઈલ તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application