કુકરમુંડાનાં બસ સ્ટેશનની સામેથી જુગાર રમાડનાર એક યુવક ઝડપાતા કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફનાં માણસો શુક્રવારનાં રોજ મોડી સાંજે સરકારી વાહનમાં બેસી પ્રોહિ. તથા જુગાર અંગેની રેઈડમાં નીકળેલ હતા. તે દરમિયાન ફરતા ફરતા કુકરમુંડા બસ સ્ટેશનની સામે સંજય પાન સેન્ટરની દુકાનની પાછળમાં જાહેરમાં કેટલાક ઈસમો કંઈક આ પે કરતા હોય જેથી તેઓની ઉપર જુગાર અંગેનો શક જતા પોલીસ સ્ટાફનાં માણસો સ્થળ પર જઈ રેઈડ કરી હતી જોકે પોલીસની રેઈડ જોઈ કેટલાક ઈસમો ભાગી છૂટ્યા હતા.
જ્યારે એક ઈસમ ઝડપાઈ ગયો હતો અને પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, 20 વર્ષીય જયદીપભાઇ કૃષ્ણાભાઈ નાઈક (રહે.ગાડીત, તા.કુકરમંડા)ના હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ પોલીસે ઇસમનાં હાથમાંથી મિલન બજારથી નીકળતા અંકો લખેલ બે કાગળની કાપલી તથા કાર્બન પેપર, બોલપેન તથા જુદા-જુદા દરની ચલણી નોટો કોરી કાપલીઓ જે બે લાઈનમાં મરાઠી ભાષામાં લખેલું હોય તેમજ જુગાર રમવાનો સાધનો સહિતનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી વિજયભાઈ ગામીતની ફરિયાદનાં આધારે ઝડપાયેલ જયદીપ નાઈક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500