નવી દિલ્હી:આગામી ૪૮ કલાકમાં પૃથ્વી સાથે સોલર સ્ટોર્મ ટકરાઇ શકે છે.વૈજ્ઞાનિકોના મત મજુબ સૂર્યમાં એક કોરોનલ હોલ થશે, જેના કારણે સૂરજ માંથી ભારે માત્રામાં ઊર્જા નીકળશે.આ ઊર્જા સાથે કોસ્મિક કિરણ પણ હશે,જે ધરતી પર ટેક બ્લેક આઉટ કરી શકે છે.જેના કારણે સેટેલાઇટ આધારિત સેવાઓ જેમ કે મોબાઇલ સિગ્નલ, કેબલ નેટવર્ક, જીપીએસ નેવિગેશન વગેરે ઠપ થઇ જઇ શકે છે.
એક અહેવાલ મુજબ અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ પણ સોલર સ્ટોર્મની પૃથ્વી નજીક પહોંચવાની વાતને સમર્થન આપ્યું છે.નાસાએ એક ફોટો બહાર પાડ્યો છે જેમાં ગેસના તોફાનને જોઇ તેમજ સમજી શકાય છે. દેશ પર વાવાઝોડા બાદ હવે સૌર તોફાનનો પણ ખતરો મંડરાઈ રહ્યો છે.આગામી ૪૮ કલાકમાં પૃથ્વી સાથે સોલર સ્ટોર્મ ટકરાઈ શકે છે. વૈજ્ઞાનિકોનું માનીએ તો સૂર્યમાં એક કોરોનલ હોલ થશે.જેના કારણે સુરજ માંથી ભારે માત્રામાં ઉર્જા નીકળશે.જેમાં કોસ્મિક કિરણો પણ હશે.જે ધરતી પર ટેક બ્લેકઆઉટ કરી શકે છે.આના કરાણે સેટેલાઈટ આધારિત સેવાઓ જેવી કે મોબાઈલ, સિગ્નલ, કેબલ નેટવર્ક, જીપીએસ નેવિગેશન ઠપ થઈ જશે.એક રિપોર્ટ મુજબ અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ પણ સોલર સ્ટોર્મને પૃથ્વી સુધી પહોંચવાની પુષ્ટિ કરી છે.નાસાએ એક ફોટોગ્રાફ જાહેર કર્યા છે.જેમાં ગેસ જેવું તોફાન દેખાઈ રહ્યું છે, આ તોફાનના કારણે ધરતીના સોલર ડિસ્કના અડધા ભાગને કાપીને એક છિદ્ર બનશે.જેના કારણે સૂર્યના વાતાવરણથી પૃથ્વી તરફ એક ગરમ હવાનું તોફાન આવશે.જોકે નેશનલ ઓશન એન્ડ એટમોસ્ફિયર એસોસિએશનનું કહેવું છે કે આ સોલર સ્ટોર્મ જી-૧ કેટેગરીનું છે. આ તોફાન હળવું હશે.જોકે તેનાથી નુકસાન થઈ શકે છે. નિષ્ણાતોનું માનીએ તો જી-૧ કેટેગરીમાં પાવર ગ્રિડ પર સૌથી વધુ અસર થાય છે.માઈગ્રેટરી બડર્સ પર પણ અસર થઈ શકે છે.આ તોફાનની વ્યાપક અસર યુએસ અને યુકેમાં સૌથી વધુ થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application