સંદીપ પ્રજાપતિ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,વલસાડ-પારડી:કલસર ગ્રામ પંચાયતનો લાંચિયો સભ્ય અમ્રતભાઈ મોહનભાઈ પટેલ ને રૂપિયા ૨,૦૦૦/-ની લાંચ સ્વીકારતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે જેને લઇ લંચિયાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.મળતી માહિતી મુજબ તા.૭મી જાન્યુઆરી નારોજ કલસર ગામના વડિયા ચાર રસ્તા પાસે ફરીયાદી બુટ, હેલમેટ વિગેરે વેચવાનો ફેરી ઉપર ધંધો કરતો હોય અને કલસર ગામ વડીયા ચાર રસ્તા પાસે બેસી છેલ્લા એક અઠવાડીયાથી બુટ, હેલમેટ વેચવાનો ધંધો કરતો હતો અને આરોપી અમ્રતભાઈ મોહનભાઈ પટેલ કલસર ગ્રામપંચાયત સભ્ય નાઓ ફરીયાદી પાસે ધંધો કરવા બેસવા માટે દર મહિને વહેવાર પેટે રૂપિયા ૨,૦૦૦/-ની માંગણી કરેલ.જે લાંચમાં માંગેલ નાણા ફરીયાદી આપવા માંગતા ન હોય, તેઓએ વલસાડ એસીબી પોલીસ મથકે ફરિયાદ કરી હતી જેના આધારે આજરોજ લાંચનું છટકુ ગોઠવતા ગ્રામ પંચાયતનો સભ્ય અમ્રતભાઈ પટેલ નાએ ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂપિયા ૨,૦૦૦/- સ્વીકારતા એસીબીના પીઆઇ ડી.એમ.વસાવા અને તેમની ટીમે સભ્યને રંગે હાથ ઝડપી પાડ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application