Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં એક્સિસ બેંકનાં ATM માંથી રૂ.200નાં દરની 19 નકલી નોટો મળી આવી

  • May 22, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : એટીએમ માંથી રૂ.200ના દરની 19 નકલી નોટો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વ્યારા ટાઉન સ્ટેશન રોડ પર આવેલ એક્સિસ બેંકના એટીએમ માંથી રૂ.200ના દરની 19 નકલી નોટો મળી આવી છે. કોઈ અજાણ્યા ભેજાબાજે જાણી જોઇને નકલી નોટો એટીએમ મશીનથી જમા કરી હોવાનું સામે આવ્યું છે. તા.16/03/2023 નારોજ સીએમએસના કર્મચારીઓ એટીએમ સર્વિસ માટે આવ્યા હતા.






તે દરમિયાન નકલી નોટો એજન્સીના એટીએમ મશીનની રિજેક્ટ-કેસેટ માંથી મળી આવી હતી. બનાવ અંગે એક્સિસ બેંકના મેનેજર નીલેશભાઈ બરેલિયાએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસ દ્વારા તા.20/05/2023 નારોજ ફરિયાદના આધારે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી નકલી નોટો ડિપોઝીટ કરનાર અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application