Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:સોનગઢ નગરપાલિકા કચેરી અધિક્ષકનું રાજીનામું:નગરમાં બન્યો ચર્ચાનો વિષય

  • May 07, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ નગરપાલિકામાં છેલ્લા આઠ વર્ષથી કચેરી અધિક્ષક તરીકે કામગીરી સંભાળતા બકુલભાઈ મહેતાએ એકાએક રાજીનામું ધરી દેતા પાલિકા વર્તુળ સહિત નગરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. ભાજપા શાસિત સોનગઢ નગરપાલિકામાં જુદીજુદી કામગીરી માટે ઘણા વર્ષોથી કર્મચારીઓની ઘટ પૂરી કરવામાં આવતી નથી.જેના કારણે પાલિકામાં નિષ્ઠાપૂર્વક કામગીરી કરતા અન્ય કર્મચારીઓ પર કામનું ભારણ લાદવામાં આવી રહ્યું છે.સોનગઢ નગરપાલિકામાં છેલ્લા આઠ વર્ષથી કચેરી અધિક્ષક તરીકે કામગીરી કરતાં બકુલભાઈ મહેતાએ પાલિકા પ્રમુખ વૈશાલીબેન આર.ચૌધરીને સંબોધી આપેલા રાજીનામાંથી પાલિકા વર્તુળ સહિત નગરમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.આઠ વર્ષથી કચેરી અધિક્ષક તરીકે કામગીરી કરતા બકુલભાઈ મહેતાએ આપેલ રાજીનામાં સ્પષ્ટ જણાવ્યું છેકે,દરેક નગરપાલિકામાં કચેરી અધિક્ષક પાસે ઓફીસ કામગીરી સિવાય બીજી કોઈ કામગીરી લેવામાં આવતી નથી.પરંતુ હાલમાં અન્ય કામગીરી જેવી કે,આરટીઆઈ,મિલકત,નામફેર,તમામ પ્રકારના દાખલા,લાયસન્સ,વગેરે,સીસી હોલ,પરચુરણ આવક,વસુલાત,રોજમેળ,પાણી પુરવઠા,નળકનેક્શન,બીલ ચુકવણું વગેરે,ટપાલ જોવાની પરીપત્ર જવાબ કરવાના,તમામ પ્રકારની મિટિંગમાં જવાનું,સીઓ તથા પ્રમુખ તેમજ સભ્યો તરફથી મળેલ સુચના મુજબ કામગીરી તથા ઈમરજન્સી સેવાઓ વગેરે કામગીરી લેવામાં આવે છે.અને હાલમાં પણ કામગીરી તેમની પાસે જ છે.તેમ છતાં તા.૩મે ૨૦૧૮ ના રોજ વધારાની જવાબદારી,બેંકમાં નાણાની લેવડ-દેવડ,ચેક ઉપર સહી કરવાની,બાબતોનો ઠરાવ કરીને કામગીરી સોપવામાં આવેલ છે.અન્ય કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવતી નથી.જેથી તમામ કર્મચારીને કામની વહેચણીનો કરી તમામ કર્મચારીને સરખા ગણવા વિનંતી કરવામાં આવી છે.વધુમાં જણાવ્યું છેકે,વધારે પડતી કામગીરી હોવાથી કોઇપણ કામ વ્યવસ્થિત અને સંતોષકારક થતા નથી અને અંગત કારણે ઘરે માતા-પિતાની ઉમંર ૯૨ વર્ષની હોય,અને હાલમાં તેઓ બીમાર રહે છે રાત્રે ઉજાગરા થાય છે અને દિવસે ઓફિસમાં કામગીરી રહે છે.જેનાથી માનસિક તકલીફ રહે છે.હોવાનું જણાવી છેલ્લા આઠ વર્ષથી કચેરી અધીક્ષક તરીકે કામગીરી કરતા બકુલભાઈ મહેતાએ રાજીનામું ધરી દીધું છે.અહીં આપને જણાવી દઈએ છીએકે,રાજ્ય સરકાર શિક્ષિત અને બેરોજગાર યુવકોને નોકરી આપી હોવાનું ભલે ગમે તેટલા આંકડા સફેદ કાગળો ઉપર બતાવતી હોય પરંતુ જમીની વાસ્તવિકતા કંઈક અલગ જ છે અહીં ભાજપ શાસિત સોનગઢ નગરપાલિકામાં ઘણા સમયથી જુદીજુદી કામગીરી માટે જગ્યાઓ ખાલી છે પરંતુ અત્યાર સુધી કર્મચારીઓની ઘટ પૂરી કરવામાં આવી નથી જેના કારણે આજે પણ નગરના કેટલાક શિક્ષિત અને બેરોજગાર યુવકો નોકરી મેળવવા માટે ચપ્પલો ઘસી રહ્યા છે.ત્યારે પાલિકામાં કર્મચારીઓની ઘટ વહેલી તકે પૂર્ણ કરી,હાલના કર્મચારીઓના માથા પરથી કામનું ભારણ હલકું કરે તે જરૂરી બન્યું છે.   High light-તાપી જિલ્લાનું એકમાત્ર નીડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબાર અને TAPIMITRA.COM ના બ્રોડકાસ્ટિંગ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 ઉપર આપનું  અને આપના ગામના નામ સાથે NEWS લખી મોલકાવો,જેમાં આપને મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો.....  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application