તાપીમિત્ર ન્યુઝ,નવસારી:નવસારી થી એક યુવતી એ અભયમ ૧૮૧ મહિલાહેલ્પલાઇન મા કોલ કરી જણાવેલ કે,તેના બોય ફ્રેન્ડ તેના અંગત ફોટો ફેસબુક મા વાયરલ કરતા તેને મુશ્કેલ થઈ છે હવે બાકીના ફોટો મારા લગ્ન નક્કી થઈ ગયા છે તેને આપવાની ધમકી આપે છે જેમાં મદદ કરવા અભયમ ને વિનંતી કરતા નવસારી સ્થિત મહિલા હેલ્પલાઇન રેસ્ક્યુ વાન તાત્કાલિક પહોંચી બંને ને મળી બોયફ્રેન્ડ ના મોબાઈલ મા રહેલા તમામ વાંધાજનક ફોટો,વિડીયો ડીલીટ કરવામાં આવતા યુવતીએ રાહત નો દમ લીધો હતો. પ્રાપ્ત થતી માહિતી અનુસાર બંને મિત્રો બિહાર મા પોતાના ગામ મા રહેતા હતા ત્યારે એક બીજા સાથે મિત્રતા હતી યુવતી નું પરિવાર નવસારી ખાતે વ્યવસાય અર્થે સ્થાઈ થયું હતું પાછળ થી યુવતી નો મિત્ર પણ અંકલેશ્વર નોકરી માટે આવેલ અને બંને અવાર નવાર મળતા અને એકબીજા સાથેના ફોટો લેતા હતા આમ પરિવાર ની અજાણ મા બંને ની મિત્રતા ગાઢ બની હતી અને લગ્ન કરવાનું વિચારેલ પરંતુ યુવતી ઉંમર લાયક બનતા તેના પરિવારે યોગ્ય પાત્ર જોઈ તેના લગ્ન ગોઠવતા યુવતી નો બોય ફ્રેન્ડ ગુસ્સે ભરાયો હતો અને ધમકી આપી જણાવેલ કે,મારી સાથે લગ્ન નહીં કરે તો તારા ફોટો ફેસબુક મા વાયરલ કરી દઈશ પરંતુ યુવતી પરિવારને પોતાની વાત જણાવી શકતી ના હતી જેથી બોય ફ્રેન્ડ તરફથી તેના ફોટો,વિડીયો ફેસબુક મા મુકતા યુવતી ગભરાય ગઇ હતી,યુવક પછી તેને ફોન કરી જણાવેલ કે,હવે તું મારી સાથે લગ્ન નહીં કરે તો તારા મંગેતર ને ફોટો મોકલી આપીશ જેથી યુવતી ગભરાઈ ગઇ હતી પોતાની આ સમસ્યા કોઈ ને જણાવી શક્તી ના હતી અને મૂંઝવણ મા મુકાઈ હતી તેને કોઈ એ માહિતી આપી હતી કે,અભયમ મહિલા હેલ્પલાઇન તને આ મૂંઝવણ મા મદદ રૂપ બનશે જેથી યુવતી એ પોતાની સમસ્યા અભયમ ટીમને જણાવતા અભયમ ટીમ યુવક ને બોલાવી સમજાવેલ કે યુવતીની ના લગ્ન તેના પરિવાર તરફથી નક્કી થયા છે જેથી હવે તેને હેરાન અથવા બ્લેકમેઇલ કરવો તે ગુનો બને છે આમ યુવક ને સમજાવતાં તેને પોતાના મોબાઈલ મા રહેલ તમામ વાંધાજનક ફોટો ડીલીટ કરાવ્યા હતા અને અભયમ ટિમને ખાત્રી આપી હતી કે હવે પછી યુવતી સાથે કોઈ સબંધ રાખશે નહીં કે તેને હેરાન નહીં કરું. આમ બન્ને વચ્ચે ની સમસ્યા હલ કરવામાં સફળતા મળી હતી યુવતીએ મહિલા ના સખી સહેલી અભયમ નો ખુબ આભાર માન્યો હતો..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application