તાપીમિત્ર ન્યુઝ,નવસારી : નવસારી જિલ્લાની વિજલપોર નગરપાલિકાની સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખ વચ્ચે બબાલ. વિજલપોરને નવસારી શહેરમાં સમાવવા માટે ખાસ સામાન્ય સભામાં ચર્ચા ચાલી રહી હતી એ દરમિયાન ઉપપ્રમુખે પ્રમુખ પર હાથ ઉપાડ્યો હતો. જેથી ભારે હોબાળો મચી ગયો હતો. વિજલપોર શહેરને નવસારી શહેરમાં સમાવવા માટે ચર્ચા કરવા ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. ઉપપ્રમુખ સંતોષ પુંડકરે પ્રમુખ જગદીશ મોદી પર હાથ ઉપાડ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, વિજલપોર પાલિકામાં ભાજપનાં જ બાગી જૂથે બાંયો ચડાવી છે. ભાજપનાં ચૂંટાયેલા ૧૭ સભ્યોએ બળવો કરી અલગ ચોકો રચ્યો છે. વિજલપોર નગર પાલિકાના પ્રમુખ જગદીશ મોદીએ જણાવ્યું હતું કે, મારા વિરૂધ્ધ કિન્નાખોરી રાખવામાં આવી રહી છે. અગાઉ એક વર્ષ પૂર્વ મારા વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. કોંગ્રેસના સભ્યો સાથે મળીને મારા વિરૂધ્ધ કાવતરાં કરવામાં આવે છે. આજે તમામ સભ્યોની ઉપસ્થિતિમાં મારા પર હાથ ઉપાડવામાં આવ્યો છે તે અંગે હું પોલીસ ફરિયાદ કરીશ અને પાર્ટીમાં પણ તેના વિરૂધ્ધ પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત કરીશ.ઉપપ્રમુખ અને તમાચા મારનાર સંતોષ પુંડકરે જણાવ્યું હતું કે, પ્રમુખ અમારી સાથે રોષપૂર્વક વર્તન કરતાં હતાં. અન્ય સભ્યોની સામે અમારી સાથે તોછડાઈથી વર્તન કરતાં હતાં.આ અગાઉ પણ અમે તેમના વિરૂધ્ધ ફરિયાદો કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application