તાપીમિત્ર ન્યુઝ,નવસારી:ગણદેવી મામલતદાર કચેરીમાં ફરજબજવતો હિસાબી ક્લાર્ક રૂપિયા 5 હજારની લાંચ સ્વીકારતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો છે. જેને લઇ લાંચિયાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
મળતી માહિતી માહિતી અનુસાર નવસારી જીલ્લાના ગણદેવી તાલુકાની મામલતદાર કચેરીમાં ફરીયાદી ના ભાઈ દ્રારા સને 2004 ની સાલમાં ગણદેવી તાલુકાના દેવસર ગામમાં જમીન વેચાણ દસ્તાવેજ થી ખરીદ કરેલ હતી. જે જમીન ફરીયાદી ના બે ભાઈ તથા તેમના પત્ની ના નામે ખરીદ કરવામાં આવેલ હતી. પરંતુ જે તે સમયે નમુના 7 અને 12 માં ફરીયાદી ના એક ભાઈનુ નામ નોધાયેલ ન હોવાથી ફરીયાદીના ભાઈ દ્રારા સુધારા નોધ કરવા સારુ એક અરજી મામલતદાર કચેરી ગણદેવી ખાતે આપવામાં આવેલ હતી. જે અનુસંધાને ફરીયાદી આ કામના આરોપી નિલેષ કુમાર ખીમજીભાઈ સોસા,હિસાબી કલાર્ક,વગઁ-3,મામલતદાર કચેરી, ગણદેવી,જી.નવસારી, હાલ રહે. સી-4,સરકારી વસાહત, જુના થાણા, નવસારી, મુળ રહે. બી-67, શાંતિકુજ સોસાયટી,અડાજણ, સુરત. ને મળવા ગયેલ હતા. જેથી આરોપી દ્રારા ફરીયાદી પાસે રૂપિયા 15 હજારની લાંચની માંગણી કરવામાં આવેલ અને રકજક ના અંતે રૂપિયા 5 હજાર લાંચ પેટે આપવાનું નક્કી થયેલ. જે રકમ ફરીયાદી આરોપી ને આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ નવસારી એ.સી.બી. નો સંપર્ક કરતા ફરીયાદ આપતા, જે ફરીયાદ આધારે લાંચનુ છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આજરોજ મામલતદાર કચેરીમાં જ લાંચની રકમ સ્વીકારતા નિલેષકુમાર સોસા,હિસાબી કલાર્ક નાઓ રંગે હાથ ઝડપાઈ ગયો હતો,સમગ્ર મામલે એસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500