તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના મૈયાલી ગામે ખેડૂતના ઘરની બાજુમાં મુકવામાં આવેલ ત્રણ જેટલા વાહનોમાં મોડી રાત્રે શોર્ટ સર્કીટ અથવા કોઈ કારણસર આગ લાગી હોવાની ઘટના સામે આવી છે.જેમાં ખેડૂતને લાખો રૂપિયાનું આર્થિક રીતે નુકશાન પહોંચ્યું છે.ઘટનાની જાણ અધિકારીઓને થતા સોનગઢ ટીડીઓ કચેરી સ્ટાફ,તલાટી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.બનાવ અંગે ખેડૂતે સોનગઢ પોલીસને જાણ કરી હતી જેના આધારે પોલીસ સ્થળ તપાસ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર તા.૫મે ના રોજ,સોનગઢ તાલુકાના મૈયાલી ગામના દરડી ફળીયામાં રહેતા ખેડૂત રણજીતભાઈ ગીંબીયાભાઈ ગામીત ના ઘરના બાજુમાં સેડ નીચે મુકવામાં આવેલ એકટીવા ગાડી નંબર GJ-26-M-3411 તથા મહિન્દ્રા પીકઅપ ગાડી નંબર GJ-26-T-6497 તેમજ GJ-02-L-9103 ત્રણ જેટલા વાહનોમાં શોર્ટ સર્કીટ અથવા કોઈ કારણસર આગ લાગતા તેમાં એકટીવા ગાડી સંપૂર્ણ બળીને ખાક થઇ હતી,ટ્રેકટરના ડાબી સાઈડના આગળ-પાછળના ટાયરો તેમજ ડીઝલ ટાંકી,સ્ટેરીંગ,હુડ,નાનામોટા સ્પેરપાર્ટ્સ તેમજ નજીકમાં મુકવામાં આવેલ ટ્રેક્ટરના બે એક્સ્ટ્રા ટાયર બળી ગયા હતા.તેમજ મહિન્દ્રા પીકઅપ ગાડીના જમણી સાઈડના આગળ પાછળના ટાયરો,કેબીનનો અંદરનો ભાગ,સ્ટેરીંગ,આગળનો બોનેટ,કાચ તેમજ નાનામોટા સ્પેરપાર્ટસ,હોન્ડા મશીન તેમજ પરચુરણ સામાન લાગેલી આગમાં બળીને ખાક થઇ ગયો હતો.વાહનોમાં લાગેલી આગ ખેડૂતના ઘરની બારી સુધી પહોંચી ગઈ હતી.મોડી રાત્રે લાગેલી આગ ઉપર કાબુ મેળવવા માટે આસપાસના પડોસી લોકો દોડી આવ્યા હતા સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.ત્રણેય વાહનોમાં લાગેલી આગને કારણે કુલ રૂપિયા ૨.૧૫ લાખનું નુકશાન થયું હતું.આ બનાવમાં સદનસીબે કોઈ જાન હાની સર્જાઈ નથી.બનાવ અંગે રણજીતભાઈ ગીંબીયાભાઈ ગામીતે સોનગઢ પોલીસને ફરિયાદ કરી હતી.આગળની વધુ તપાસ ASI શાંતિલાલ નંદલીયાભાઈ કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500