તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ નેશનલ હાઇવે માર્ગ દોડતી એક કારને અકસ્માત નડ્યો હતો.કાર આગળ ડુક્કરો આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.કાર ડિવાઈડર સાથે ટકરાતાં કારના એન્જીનમાં આગ લાગી હતી.બનાવની જાણ સોનગઢ ફાયરના જવાનો કરવામાં આવતા ઘટના સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી અનુસાર:વડોદરા થી સોનગઢ થઈ મહારાષ્ટ્રના ધૂલીયા તરફ જતી કાર નંબર GJ-06-KP-4240 સોનગઢ નેશનલ હાઇવ પર સડસડાટ દોડી રહી હતી તે સમય દરમિયાન સવારે આશરે ૮:૩૦ કલાકના અરસામાં કાર આગળ એકાએક ડુક્કરોનું એક ટોળું આવી જતા કારને બ્રેક કરતા ટાટા કંપનીની ટીગોર કાર હાઈવે માર્ગની વચ્ચે આવેલ ડિવાઇડર પર ચઢી ગઈ હતી.દરમિયાન કઈંક પણ સમજ પડે તે પહેલાં કારના એન્જીનમાં આગ લાગી ગઈ હતી.કારમાં સવાર સચિનભાઈ જાધવ અને તેમન સસરા કાર માંથી બહાર ઉતરી પડ્યા હતા.બનાવની જાણ ફાયરના જવાનો ને કરવામાં આવતા ઘટના સ્થળ પર પહોંચી જવાનોએ સળગતી કાર ઉપર પાણી નો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.કારમાં લાગેલી આગને કરનેકી સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી જેના કારણે ૮ લાખ રૂપિયાનું નુકશાન થયું હોવાની ફરિયાદ સચિનભાઈ ક્રિષ્નાભાઈ જાધવ રહે,ડી-૨૯ રાજમણી સોસાયટી મકરપુરા-વડોદરાનાઓએ સોનગઢ પોલીસ મથકે કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application