સંદીપ પ્રજાપતિ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,પારડી-વલસાડ:વલસાડ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ સી.આર.ખરસાણે ગુજરાત પોલીસ અધિનિયમ અન્વયે મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી અને બહુમાળી મકાનમાં આવેલી સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીઓ તેમજ જ્યાં રોજે - રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતી હોય તેવી અન્ય તમામ સરકારી કચેરીઓમાં પોતાના સરકારી કામ માટે આવેલા હોય, અથવા કામ કરતા હોય તેવા અથવા વાજબી કામ સબબ આવ્યા હોય તે સિવાયના અનઅધિકૃત ઇસમો કે ઇસમોની ટોળકી, સદરહુ કચેરીમાં આવતી જાહેર જનતા અરજદારને ગેરમાર્ગે દોરીને કામ કરાવવા કે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતાં અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઇરાદો રાખતા આવા વ્યકિતઓ/ઇસમોના પ્રવેશ ઉપર તાત્કાલિક અસરથી તા.૦૧/૦૧/૨૦ સુધી સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application