તાપીમિત્ર,વાલોડ:વાલોડ-બારડોલી સ્ટેટ હાઇવે માર્ગ પર બે બાઈક સામસામે ભટકતા બે યુવકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.શિકેર ગામ પાસે બસને ઓવરટેક કરતા સામેથી આવતી બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.બનાવ અંગે સંજીતભાઈ રતિલાલભાઈ ગામીતે પોલીસને ફરીયાદ કરી હતી.
મળતી માહિતી અનુસાર તા.૨મે નારોજ,વાલોડના શિકેર ગામની સીમમાંથી પસાર થતો સ્ટેટ હાઇવે માર્ગ પર આવતું શિકેર ગામ પાસે યોગેશભાઈ ગંડુભાઈ ગામીત રહે,રીંગણકચ્છ,ડુંગરીફળિયું-ડોલવણ પોતાની મોટરસાયકલ નંબર જીજે-૨૬-કે-૭૦૯૪ સાથે બે ઇસમોને બેસાડી બાઈક પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી જઈ આગળ જતી બસને ઓવરટેક કરતા સામેથી આવતી મોટર સાયકલ નંબર જીજે-૨૧-એજી-૭૫૨૯ને ટક્કર મારતા તેઓ રોડ ઉપર નીચે પડી ગયા હતા.જેના કારણે બાઈક સવાર સંજીતભાઈ,યોગેશભાઈ ગામીત,પિંકલભાઈને શરીરે ઓછીવત્તી ગંભીર ઈજાઓ પહોંચી હતી.તેમજ બાઈક જીજે-૨૧-એજી-૭૫૨૯ ચાલક નરેશભાઈ છોટુભાઈ પટેલ રહે,શિકેર-વાલોડ અને પિંકલભાઈ રાકેશભાઈ ગામીત રહે.અંધાત્રી-વાલોડ નાઓને શરીરે ગંભીર ઈજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.બનાવ અંગે વાલોડ પોલીસે સંજીતભાઈ ગામીતની ફરિયાદને આધારે બાઈક જીજે-૨૬-કે-૭૦૯૪ના ચાલક યોગેશભાઈ ગામીત વિરુદ્ધ ઈપીકો કલમ ૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ) એમ.વી.એક્ટ ક-૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500