તાપીમિત્ર ન્યુઝ,વ્યારા-કુકરમુંડા:તાપી જિલ્લાના અતિ છેવાડે આવેલ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓએ રણચંડીનું રૂપ ધારણ કર્યું છે.ખુલ્લેઆમ અને રાત દિવસ ચાલી રહેલી દારૂની ભઠ્ઠીઓને કારણે નર્ક જેવું જીવનજીવી રહ્યા હોવાનું જણાવી રહી છે.દારૂની ભઠ્ઠીઓ તાત્કાલિક બંધ કરાવવા માટે મહિલાઓએ મામલતદારને આવેદનપત્ર આપી તાતકાલીક ધોરણે કાર્યવાહીની માંગ કરી છે.
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલ મોટેભાગના ગામડાઓમાં દારૂ જોઈએ તેટલો અને ક્હો ત્યારે મળી રહે છે.તેમાં શંકાને કોઈ સ્થાન નથી.આજરોજ મહિલાઓએ કુકરમુંડા મામલતદારને ફરિયાદ રૂપી જે આવેદનપત્ર આપ્યું છે તે જોતા સ્થાનિક પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગયી છે.તેમાં કોઈ બે મત નથી.કુકરમુંડાના પાટીપાડા થી ઈંટવાઈ તેમજ પીશાવર સુધીના ગામડાઓમાં દારૂની ભઠ્ઠીઓ ખુલ્લેઆમ ચાલી રહી હોવાનું જણાવ્યું છે.પતિઓ-છોકરાઓ દિવસ અને રાત ભઠ્ઠીઓની પાસે જ રહે છે.અને પી ને ફરે છે.કોઈ કામ કરતા નથી,પીધા પછી કહેવા જઈએ તો મારઝૂડ કરે છે.ઘરોમાં રોજ ના ઝગડા ચાલે છે,ઝગડાને લીધે બાળકો ભાગતા ભરે છે.જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ લાવવી બાળકોનો ખર્ચ કરવો જીવન જીવવુ અઘરું બન્યું હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે એટલું જ નહી બહેનોના જીવ જોખમમાં હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.દિવસ રાત ઝગડાઓ ઘરમાં ચાલતા હોવાથી જીવ લઈને એના-તેના ઘરે બાળકો લઈને મારપીટના ધાકે રખડતા રહેવું પડે છે.તેથી બહેનો,બાળકો,માતા-પિતાની પરીસ્થિત ખુબ જ ખરાબ છે.ગામડાઓમાં વિધવાની સંખ્યા વધી રહી છે.તેથી ગામડાઓમાં ગુજરાત સરકાર નો દારૂબંધી કાયદાનો કડક રીતે અમલ કરી કુકરમુંડાના ગામડામાં દારૂની ભઠ્ઠીઓ તાત્કાલિક બંધ કરવાની માંગ સાથે કુકરમુંડા મામલતદારને આપવામાં આવેલ આવેદન સ્વરૂપે ફરિયાદ કરવામાં આવી હતી.અત્રેઉલ્લેખ્નીય છેકે,નિઝર અને કુકરમુંડા વિસ્તારમાં ચુંટાઈને આવેલા પ્રતિનિધિઓ અને આગેવાનો મહિલાઓને પડતી મુશ્કેલી અંગે ચર્ચા વિચારણા હાથ ધરી વહેલી તકે દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવવા પ્રજાને પડખે ઉભા રહી તેમને સહકાર આપે તે જરૂરી બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application