Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:પુરપાટ ઝડપે દોડતી અલ્ટો કારે ત્રણ બાઈકને અડફેટમાં લીધી:લોકોમાં ભાગ દોડ મચી

  • May 04, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના કણજા ફાટક વિસ્તાર પાસે એક અલ્ટો કારના ચાલકે ત્રણ મોટર સાયકલને અડફેટમા લીધી હતી.અકસ્માત સમયે લોકોમાં ભાગ દોડ મચી જવા પામી હતી.જોકે આ બનવામાં કોઈને ગંભીર ઈજા પહોંચી હોવાની વિગતો અત્યાર સુધી જાણવા મળી નથી.અકસ્માત સ્થળે લોકોની ભીડ જામી ગઈ હતી મળતી માહિતી અનુસાર વ્યારાના કણજા વિસ્તારમાં આવેલ દાદાજી ચોક પાસે ૪/૫/૨૦૧૮ નારોજ હીટ એન્ડ રન જેવો સીન લોકોને જોવા મળ્યો હતો,પુરપાટ ઝડપે દોડતી એક સફેદ કલરની અલ્ટો કાર નંબર GJ-26-A-4458 ના ચાલકે સ્ટેયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ત્રણ જેટલી મોટર સાયકલને અડફેટમાં લીધી હતી.જેમાં હીરો કમ્પનીનું મેપેડ નંબર GJ-26-M-9190,હીરો સ્પેલેન્ડર નંબર GJ-26-M-11૦9 તેમજ લુના નંબર GJ-19-E-8311 ને અડફેટમાં લેતા અકસ્માત સ્થળે ઉભેલા લોકોમાં ભાગ દોડ મચી જવા પામી હતી.અકસ્માતમાં ત્રણેય મોટર સાયકલને ભારે નુકશાન પહોંચ્યું હતું.સ્થાનિક સુત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચે તે પહેલા અલ્ટો કારના ચાલકે ત્રણેય મોટર સાયકલને થયેલ નુકશાનની ભરપાઈ કરી આપવા જણાવતા સમગ્ર મામલે સમાધાન થયું હોવાનું જાણવા મળ્યું છે.આ બનાવમાં સદનસીબે કોઈ જાન હાની થઇ ન હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application