પિડીત મહિલાઓની મદદ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ૨૪×૭ કાર્યરત છે. જેમાં તાપી જિલ્લાના બાજીપુરા ખાતે પ્રતિક મેડિકલ એજયુકેશન અરૂણાબેન નર્સિંગ કોલેજના પ્રિન્સિપલશ્રીના સહયોગથી કોલેજની વિદ્યાર્થીઓને 181 મહિલા હેલ્પલાઇન દ્વારા હેલ્પલાઇનની ઉપયોગીતા તેમજ એપ્લિકેશન અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી. જેમાં મહિલાઓ સાથે થતી ઘરેલુ હિંસા, શારીરિક, માનસિક, જાતીય તેમજ છેડતી કે બિનજરૂરી કોલ/મેસેજ ને લગતી કે પારિવારિક સમસ્યાઓ માટેની નિ:શુલક કાઉન્સિલિંગ અને મદદ માટે 181ની મદદ લઈ શકાય છે.
181 મહિલા હેલ્પલાઇન ૨૪×૭ કલાક નિઃશુલ્ક સેવા આપે છે. જેમાં 181ની ટીમ દ્વારા પીડીત મહિલાઓને સ્થળ પર મદદ પહોંચાડવામાં આવે છે. આ સાથે 181ની એપ્લિકેશનની પણ માહિતી આપવામાં આવી હતી. જેમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓને એપ્લિકેશનના ફાયદાઓ સમજાવી એપ ડાઉનલોડ કરાવવામાં આવી છે. તથા ૧૮૧ ના માર્ગદર્શક વિડિયો બતાવી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓ તથા અન્ય સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application