નવસારી શહેરી વિસ્તારમાંથી ઍક વ્યકિતઍ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવેલ કે, વિરાવળ પુલ પાસે ઍક અજાણી યુવતી આત્મહત્યાનો પ્રયાસ કરી રહી છે જેથી તેને બચાવી લેવા વિનંતી કરી હતી.
કોલ મળતાં જ નવસારીની રેસ્કયુ વાન તાત્કાલિક બનાવના સ્થળે પહોîચી યુવતીને બચાવી લીધી હતી. ૧૮૧ અભયમ ટીમે યુવતીને આત્મહત્યાનું કારણ પુછતા તેણે કહયું કે, મારે સંતાન નથી અને મારા પતિ પર મારે બોજ નથી બનવું. મને મારા પતિ દ્વારા કોઇપણ ત્રાસ નથી પરંતુ મારે ઘરમાં રહેવું નથી. મારે અનાથઆશ્રમમાં જ રહેવું છે તેમ જણાવેલ હતું. યુવતીઍ તેના ઘર અને પતિ નામ પુછતા જણાવ્યું ન હતું. જેથી ૧૮૧ અભયમ ટીમે પિડીત યુવતીને ફરી આત્મહત્યાનો પ્રયાસ ન કરવા સમજાવી તેમને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશરો આપવામાં આવ્યો હતો. આમ ૧૮૧ અભયમ ટીમે યુવતીની આત્મહત્યા કરતા અટકાવી જીવતદાન આપ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application